GSTV
India Photos Trending

વેલેન્ટાઇન્સ દિવસે આ હિંદુ સંગઠને ગધેડા-કૂતરાના લગ્ન કરાવ્યા, જુઓ તસ્વીરો

દેશમાં વેલેન્ટાઈન દિવસનો ભયાનક વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદમાં બજરંગદળના સભ્યોએ સાબરમતી નદીના કિનારે શાંતિથી બેઠેલા દંપત્તિ સાથે ગેરવર્તન કર્યુ છે. બજરંગદળના સભ્યોએ હૈદ્રાબાદમાં પણ પોતાનો વિરોધ કર્યો છે. ગઇકાલે નાગપુરમાં વેલેન્ટાઈન દિવસના વિરોધમાં રેલી નિકાળવામાં આવી હતી. લખનઉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે વેલેન્ટાઈનના દિવસે તેઓ કેમ્પસમાં દેખાવા ન જોઇએ. બીજીતરફ ચેન્નઈમાં વિરોધ માટે ભયાનક કામ કરવામાં આવ્યું છે. એક કૂતરા અને ગધેડાના લગ્ન કરાવવામાં આવ્યા છે.

વેલેન્ટાઇન દિવસનો વિરોધ કરનાર આ ગ્રુપનું નામ ભારત હિન્દુ ફ્રન્ટ છે. તેમણે ચેન્નઈમાં એક કૂતરા અને ગધેડાના લગ્ન કરાવ્યા છે.

ગ્રુપના લોકોનું કહેવું છે કે જો તેમની પાસે વેલેન્ટાઇન દિવસ મનાવવાનો હક છે તો અમારી પાસે આપણી પરંપરાને બચાવવાનો અધિકાર છે.

બજરંગદળના કાર્યકરોએ સાબરમતી નદીના કિનારે હાજર દંપત્તિ સાથે ગેરવર્તન કર્યુ છે.

જોકે, દેશના કેટલાક રાજ્યમાં વેલેન્ટાઇન દિવસનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે, તેમ છતાં દુકાનો વેલેન્ટાઈન ડેના રંગમાં રંગાયેલી જોવા મળી રહીં છે.

વેલેન્ટાઇનના દિવસે કેટલાક શહેરોમાં ફૂલોની દુકાનોને પણ ઘણી સજાવવામાં આવી છે.

શિમલા પાસે કુફરીમાં પ્રવાસીઓ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરી રહ્યાં છે. તો સમાચાર મુજબ, રાજસ્થાનના જયપુરમાં વેલેન્ટાઇન દિવસને કારણે સૌથી મોટું પાર્ક બંધ કરી દેવામાં આવ્યું છે.

બજરંગદળના કાર્યકર્તાઓએ જમશેદપુરના જુબલી પાર્કમાં પણ વેલેન્ટાઇન દિવસના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. કાર્યકર્તાઓએ પાર્કમાં દંપત્તિને દોડાવીને માર્યા હતાં.

કોલકત્તામાં વેલેન્ટાઇન દિવસના પ્રસંગે દિલનો આકાર બનાવતો કલાકાર. તો અમદાવાદમાં બજરંગદળના કાર્યકર્તાઓએ વેલેન્ટાઇન દિવસને ધર્મ અને જેહાદ સાથે જોડી દીધો છે. રસ્તા પર પોસ્ટર લગાવી દીધા છે. અને ચેતવણી જાહેર કરી દીધી છે. કાર્યકર્તાઓ વેલેન્ટાઇન દિવસના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે.

પુરીમાં એક કલાકારે વેલેન્ટાઇન દિવસના અવસરે ખાસ મૂર્તિ બનાવી છે.

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV