GSTV
Home » News » Valentines day: શાહીનબાગ તરફથી વડાપ્રધાન મોદીને પ્રેમભર્યું આમંત્રણ, મોદી તુમ કબ આયોગે

Valentines day: શાહીનબાગ તરફથી વડાપ્રધાન મોદીને પ્રેમભર્યું આમંત્રણ, મોદી તુમ કબ આયોગે

વેલેન્ટાઈનના અવસર પર દિલ્હીના શાહીનબાગથી વડાપ્રધાન મોદી માટે કંઈક અનોખા અંદાજમાં વિશ કર્યું છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીના નામના કાર્ડ લખી તેના પર લખ્યું છે, મોદી તમે ક્યારે આવશો. આ કાર્ડમાં વડાપ્રધાન મોદીને શાહીનબાગમાં બોલાવી પોતાની સરપ્રાઈઝ ગીફટ આપવાનું પણ કહેવાયું છે.

નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ગુરૂવારે સાંજે શાહીનબાગની દાદીઓએ હજારો લોકોની હાજરીમાં વડાપ્રધાન મોદીને જે સરપ્રાઈઝ આપવાની હતી તે, ગિફ્ટ ખોલી, જેમાં એક ટેડી બિયર હતું. ત્યાર બાદ મંચ પરથી મેસેજ આપવામાં આવ્યો કે, ભારત જ અમારો વેલેન્ટાઈન છે અને અમે અમાર દેશને ખૂબ પ્રેમ કરીએ છીએ.

વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અનેક કાર્ડ પણ છપાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદી શાહીનબાગમાં આવી વેલેન્ટાઈન ડે મનાવો. શાહીનબાગમાં આ બે દિવસ કોઈ પણ પ્રકારનું રાજકીય ભાષણ થશે નહીં. જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરથી અહીં સીએએ અને એનઆરસીને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

વડાપ્રધાન મોદી માટે એક ગીત પણ લોન્ચ કર્યું છે.

વેલેન્ટાઈન ડે મનાવતી વખતે ગુરૂવારે સાંજે એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીને પ્રેમ અને લાગણી ભર્યો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. જેના માટે એક ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મોદી તુમ કબ આયોગે…આ પ્રકારનું ગીત પણ લોન્ચ કર્યું છે.વેલેન્ટાઈન મનાવતી વખતે શાહીનબાગનો નજારો પણ બદલાઈ ગયો. ઉપરાંત અહીં પોસ્ટરો પણ લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું કે, પીએમ મોદી, પ્લીઝ કમ ટૂ શાહીન બાગ

READ ALSO

Related posts

એરઈન્ડિયાને ખરીદવા હવે ગુજરાતી બિઝનેસમેનને રસ : કરોડો રૂપિયાની લગાવશે બોલી

pratik shah

ટ્રમ્પ સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Bansari

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!