GSTV
Home » News » વલસાડ : ભારે વરસાદના કારણે દમણગંગા નદી બે કાંઠે વહેવા લાગી, મધુબન ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક

વલસાડ : ભારે વરસાદના કારણે દમણગંગા નદી બે કાંઠે વહેવા લાગી, મધુબન ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક

વલસાડમાં વરસેલા ભારે વરસાદથી દમણગંગા નદી બંને કાંઠા વહેવા લાગી અને મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જોકે વરસાદે વિરામ લેતા મધુબન ડેમમાં જળસપાટી સ્થિર થઈ અને દમણગંગા નદી ફરી સામાન્ય સ્થિતિમાં થતા તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. મધુબન ડેમમાં 25 હજાર 391 ક્યૂસેક પાણીની આવક છે. ગઈકાલે ડેમમાં બે લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમાં જળ સ્તર 71.35 મીટર નોંધાયુ છે.ડેમના ચાર દરવાજા 1.80 મીટર ખોલીને ડેમમાંથી 25 હજાર 595 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ છે. જોકે, ગઈકાલે દોઢ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ હતુ.

મેઘરાજાનો વિરામ

ગઈકાલે મેઘરાજાએ વલસાડ જિલ્લાને ઘમરોળી નાખ્યા બાદ આજે સમગ્ર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જોકે છેલ્લા 24 કલાકમાં વલસાડમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં વરસાદ વરસ્યો. ઉમરગામમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર તાલુકામાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી.

આ ઉપરાંત વાપીમાં 5.24 ઈંચ ,વલસાડમાં 2.2 ઈંચ, ધરમપુર 2.68 ઈંચ, પારડીમાં ત્રણ ઈંચ અને કપરાડામાં 4.44 ઈંચ વરસાદ વરસ્યો હતો.સમગ્ર જિલ્લામાં વરસેલા વરસાદને લઈને તુલસી, દમણગંગા, ઔરંગા નદીઓ ગાંડીતુર થઈને વહેવા લાગી હતી.તંત્રએ પણ લોકોને નદીના પાણીના પ્રવાહ નજીક ન જવા અપીલ કરી.

READ ALSO

Related posts

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!