GSTV
Home » News » વલસાડમાં ભાજપના નેતાઓ વચ્ચે ગાળાગાળી બાદમાં હાથાપાઈ સુધી પહોંચી, ચૂંટણી પહેલાં ડખા: Video

વલસાડમાં ભાજપના નેતાઓ વચ્ચે ગાળાગાળી બાદમાં હાથાપાઈ સુધી પહોંચી, ચૂંટણી પહેલાં ડખા: Video

લોકસભાની ચૂંટણીનાં પડધમ વાગી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપના મીડીયા સેલના કન્વિનર અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે બબાલ થતા વાતાવરણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલ ફોર્મ ભરવા જતા હતા તે વખતે કલેક્ટર કચેરીમાં જ બબાલ થઈ હતી. ભાજપના મીડીયા સેલના ગ્રુપમાં માત્ર એડમીન જ મેસેજ કરી શકે તેવી વ્યવસ્થાથી ધારાસભ્ય નારાજ હતા.

ફોટો અપલોડ કરવા બાબતે શરૂ થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલી. બાદમાં ગાળાગાળી અને છેલ્લે હાથાપાઇ સુધી પહોચી હતી. એટલું જ નહીં પણ ભરત પટેલના નજીકના સગા અને વલસાડ તાલુકા મીડીયા સેલના મિહીર પટેલે પારસ દેસાઇને તમાચા ઠોકી દેતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જો કે ત્યારબાદ ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે આવતાં મામલો વધુ ગરમાયો હતો.

ધારાસભ્ય ભરતભાઇએ પણ પોતાની સજ્જનતા બાજુએ મુકીને જે રીતે ગાળાગાળી કરી હતી તે જાઇને ભાજપનાં કાર્યકરો પણ સ્તબ્ધ બની ગયાં હતાં. જો કે પાછળથી ભાજપનાં અન્ય નેતાઓએ બંનેને છુટા પાડી મામલો શાંત પાડ્યો હતો. પરંતુ ફોર્મ ભરવાનાં ટાણે જ શરૂ થયેલો આ ડખો કેટલો ચાલશે અને ચૂંટણીને કેવી અસર કરશે તે જોવું રહ્યું.

Read Also

Related posts

આપઘાતની દુષ્પ્રેરણા કરવા બદલ કોંગ્રેસી મહિલા આગેવાન સહિત છ લોકોની ધરપકડ

Nilesh Jethva

સ્વામીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને ફસાઈ ગયા યુવતીએ રચેલા ચક્રવ્યૂહમાં

Nilesh Jethva

અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!