GSTV
Home » News » મોદી-શાહની રણનીતિ રંગ લાવી : ભાજપ પાસે અા વિકલ્પો પણ બચ્યા છે

મોદી-શાહની રણનીતિ રંગ લાવી : ભાજપ પાસે અા વિકલ્પો પણ બચ્યા છે

કર્ણાટકમાં ચૂંટણી બાદ પણ ભારે રસાકસી જોવા મળી રહી છે. વજુભાઈ વાળાઅે નિયમોનુંસાર પણ પક્ષની વફાદારી સાબિત કરી ભાજપને ફરી તક અાપે છે. બી.એસ.યેદિયુરપ્પાએ CM તરીકેના શપથ લીધા છે ત્યારે એક જ વિકલ્પ હવે બચે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ધારીત સમય પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવીને બહુમત સાબિત કરવું.  આ રણનીતિમાં ભાજપ ત્યારે જ સફળ થશે જ્યારે કોંગ્રેસ JDSના લગભગ દોઢ ડઝન ધારાસભ્યો બહુમત દરમિયાન ગૃહમાં હાજર ન રહે. તેમજ ભાજપના તમામ MLA ગૃહમાં હાજર રહે અને પાર્ટીના પક્ષમાં જ વોટિંગ કરે.  જો કોંગ્રેસ-JDSના 15 જેટલાં ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહે તો ગૃહમાં બહુમતનો અપેક્ષિત આંકડો 222માંથી 15 ઘટી જશે.  સ્પષ્ટ છે કે ભાજપ પાસે હાલ 104 બેઠક છે ત્યારે આ આંકડો બહુમત માટે એકદમ સટીક રહેશે. જો ભાજપ આવું કરવામાં સફળ રહે છે તો પછી 112 ધારાસભ્યોની યાદી આપવાથી પણ બચી શકે છે.  વિધાનસભામાં બહુમત સાબિત કરતાં સુપ્રીમ કોર્ટમાં રાહત મળી શકે છે. આ રીતે યેદિયુરપ્પા પોતાની ખુરસી બચાવી શકે છે. કોંગ્રેસ અને જેડીઅેસ પાસે મળીને પૂરતો બહુમત હોવા છતાં રાજ્યપાલે તેમને તક અાપી નથી. બીજેપી પાસે બહુમત ન હોવા છતાં તેને દાવ ખેલ્યો છે.

કોંગ્રેસના 7 જેટલાં સભ્યો નારાજ

બહુમત મેળવવા ભાજપ અપક્ષના બે અને બસપાના એક ધારાસભ્યને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. જો ત્રણેય ધારાસભ્યોનો ટેકો મળી જાય તો ભાજપનો આંકડો 107 સુધી પહોંચી જાય.  JDSના વડા એચ.ડી.કુમારસ્વામી બે બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને બંને પર જીત હાંસલ કરી છે. ત્યારે એક બેઠક ખાલી કરવા ભાજપ દબાણ કરશે. જેથી બહુમતનો આંકડો ઘટી જશે. વિધાનસભાની કુલ સીટ 224 છે પરંતુ પરિણામ 222 બેઠકોનું જ આવ્યું છે ત્યારે બે બેઠક પર ચૂંટણી થાય અને તેમાં એક બેઠક ભાજપને મળે તો તેમની કુલ સીટ 108 પર પહોંચી શકે છે. આ ઉપરાંત JDS સાથે ગઠબંધન થવાથી કોંગ્રેસના 7 જેટલાં સભ્યો નારાજ પણ છે. ત્યારે ગૃહમાં બહુમત સાબિત કરવાના સમયે આ ધારાસભ્યો પણ ગેરહાજર રહે તો બહુમતનો આંક઼ડો ઘટી શકે છે. ત્યારે આ સ્થિતિમાં પણ ભાજપ સરકાર બનાવી શકે છે. ભાજપ પાસે અા વિકલ્પો બચ્યા છે. મોદી અને શાહની રણનીતી સફળ રહી શકે છે.

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan

Haryana Election Results 2019: BJPએ પાર કર્યો બહુમતનો આંકડો, હુડ્ડા-ખટ્ટર બંને આગળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!