GSTV
Home » News » વાજપેયી-અડવાણી અને મોદી-શાહની જોડી સાથે જોડાયેલો છે અનોખો સંયોગ

વાજપેયી-અડવાણી અને મોદી-શાહની જોડી સાથે જોડાયેલો છે અનોખો સંયોગ

કહેવાય છે કે ઇતિહાસ પોતાને જરૂર દોહરાવે છે. સમયનું ચક્ર જરૂર ફરે છે. ક્યારેક 2 સાંસદો ધરાવતી ભારતીય જનતા પાર્ટી આજે 300થી વધુ સાંસદો સાથે ફરી એક વખત સત્તામાં છે. ત્યારે સત્તાના સર્વોચ્ચ શિખરે ફરી એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે 2 દાયકા પહેલા પણ જોવા મળ્યા હતા. ભાજપની વાજપેયી-અડવાણીની જોડીએ જે નિર્ણય કર્યો હતો તેને આજે મોદી-શાહની જોડીએ દોહરાવ્યો છે. વાજપેયી-અડવાણી અને મોદી-શાહની જોડી સાથે જોડાયેલો અનોખો સંયોગ શું છે આવો જોઇએ.

વાત છે વર્ષ 1998ની કે જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં આવી ત્યારે ચોતરફ વાજપેયી અને અડવાણીની જોડીની ચર્ચા હતી. બંનેએ ભાજપને તળેટીથી શિખર પર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.1998માં જ્યારે ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટણી જીતી અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા તો તેમની સરકારમાં નંબર-ટુની પોઝિશન પર લાલકૃષ્ણ અડવાણી જ રહ્યા હતા. અડવાણી ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. પહેલા તેઓ ગૃહપ્રધાન બન્યા અને બાદમાં તેઓ નાયબ વડાપ્રધાન બન્યા હતા.

હવે 2 દાયકા બાદ ફરી ઇતિહાસે કરવટ લીધી છે. ભાજપને સતત બીજી વખત પૂર્ણ બહુમતિ સાથે જીતાડી નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બન્યા છે. મોદીનો સંસદીય વિસ્તાર ઉત્તર પ્રદેશનું વારાણસી છે. અને પોતાના બીજા કાર્યકાળમાં મોદીએ પોતાના સૌથી ખાસ અને વિશ્વાસુ અમિત શાહને ગૃહપ્રધાન બનાવ્યા છેકે જે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

આવા સંજોગોમાં કેન્દ્રમાં પણ એ જ વડાપ્રધાન-ગૃહપ્રધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવી જે વાજપેયી-અડવાણીના સમયમાં હતી. મતલબ કે ઉત્તર પ્રદેશથી વડાપ્રધાન અને ગુજરાતથી ગૃહપ્રધાનની ફોર્મ્યુલા. સૌથી મહત્વની વાત એ છે કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેમણે અમિત શાહને ગૃહપ્રધાન બનાવ્યા હતા. અને હવે તેઓ વડાપ્રધાન છે ત્યારે પણ અમિત શાહને ફરી ગૃહપ્રધાન બનાવ્યા છે.

READ ALSO

Related posts

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel

હાર્દિકે પણ સ્વીકાર્યું, ‘ જૂનાગઢમાં ચોક્કસ પરાજય થયો છે…’

Mayur

રાજ્ય સરકારની કબૂલાત, ‘અછત મુદ્દે કેન્દ્ર સરકારે વધારે બજેટ ફાળવ્યું નહીં’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!