GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી/ કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની થશે ઘરવાપસી, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ મામલે ભરતસિંહના મોટા ખુલાસા

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ આવી રહ્યા છે. પક્ષમાં ચાલી રહેલા આંતરિક ખટરાગ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ મોટું નિવેદન આપી સૌને ચોંકાવી દીધા છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ભરતસિંહનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે.

કોંગ્રેસ
 • 2022 વિધાનસભાની ચૂંટણીના વાગી ગયા પડઘમ
 • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી થયા એક્ટિવ
 • ભરતસિંહ સોલંકીની GSTV ન્યુઝ સાથે એક્સક્લુઝીવ વાત
 • શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ વાપસી અંગે ભરતસિંહનું મોટું નિવેદન
 • શંકરસિંહ વાઘેલા સાથે મારી બે વખત મુલાકાત થઈ છે : ભરતસિંહ સોલંકી
 • સ્વ. રાજીવ સાતવની હયાતીમાં પણ આ અંગે હાઇકમાન્ડ સાથે ચર્ચા થઈ હતીઃ સોલંકી

રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સક્રિય થયા છે. ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ વાપસી અંગે નિવેદન કર્યુ હતુ અને કહ્યું હતુ કે શંકરસિંહ વાઘેલા સાથે મારી બે વખત મુલાકાત થઈ છે.

 • શંકરસિંહ અંગે હાઈકમાન્ડ ઝડપથી નિર્ણય કરશે: સોલંકી
 • 2022ની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવશે: સોલંકી
 • 2017માં જેમ રાહુલ ગાંધીએ રસ લીધો હતો તે જ પ્રમાણે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં રસ લેશે: સોલંકી
 • 2022ની ચૂંટણી અંગે BTP અને NCP સાથે ચર્ચા ચાલી રહી છેઃ સોલંકી
 • છોટુ વસાવા અને જયંતભાઈ સાથે મારી મુલાકાત થઈ છેઃ સોલંકી

સ્વ.રાજીવ સાતવની હયાતીમાં પણ આ અંગે હાઇકમાન્ડ સાથે ચર્ચા થઈ હતી. શંકરસિંહ અંગે હાઈકમાન્ડ ઝડપથી નિર્ણય કરશે. વર્ષ 2022ની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવશે.

2017માં જેવી રીતે રાહુલ ગાંધીએ રસ લીધો હતો તેજ પ્રમાણે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં રસ લેશે. 2022ની ચૂંટણી અંગે BTP અને NCP સાથે ચર્ચા ચાલી રહી છે.

 • હાર્દિક પટેલની નારાજગી મામલે કોંગ્રેસ ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન
 • હાર્દિક પટેલની નથી કોઈ નારાજગી : ભરતસિંહ સોલંકી
 • હાર્દિક પટેલની કોઈ રજૂઆત હશે તો પાર્ટી હાઇકમાન્ડને કરશે : ભરતસિંહ સોલંકી

તો કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લઈને પણ ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન કર્યું છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે હાર્દિક પટેલને પક્ષ સાથે કોઈ નારાજગી નથી. જો તેમને કોઈ નારાજગી હશે તો તેઓ પાર્ટી હાઇકમાન્ડને રજૂઆત કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk

PM અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹712 કરોડની આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

GSTV Web Desk

ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઆે દ્વારા વિરોધ પ્રદર્શન, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

GSTV Web Desk
GSTV