GSTV
Home » News » વાઘાણીને CRPF અને આર્મી ચીફ વચ્ચેના તફાવત જ ખબર નથી, કહી દીધું આ

વાઘાણીને CRPF અને આર્મી ચીફ વચ્ચેના તફાવત જ ખબર નથી, કહી દીધું આ

કાશ્મીરમાં પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીદ જવાનો દેશભરમાંથી શ્રધ્ધાજંલિ અર્પવામાં આવી રહી છે. ત્યારે ભાજપે આ શહીદોની બહાદુરી બિરદાવવા પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યુ છે. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોસ્ટકાર્ડ અભિયાનનો પ્રારંભ કરાવી કાર્યકરોને સીઆરપીએફ ચીફને બદલે આર્મી ચીફને પત્ર લખવા અપીલ કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખને સીઆરપીએફ ચીફ અને આર્મી ચીફ વચ્ચેના તફાવત જ ખબર નથી તે મુદ્દો ખુદ ભાજપમાં જ ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

સોશિયલ મિડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખની ઠેકડી ઉડી રહી છે

દેશદાઝની વાતો કરનારાં ભાજપના નેતાઓને હજુ લશ્કરીદળ અને અર્ધલશ્કરી દળ વચ્ચેનો તફાવત જ ખબર નથી તેમ ખુદ ભાજપના જ કાર્યકરો કહી રહ્યાં છે. જીતુ વાઘાણીએ ભૂલી ગયાં કે, શહીદ જવાનો આર્મીના નહીં,સીઆરપીએફના હતા. ખુદ વાઘાણીએ આર્મી ચીફ, દિલ્હીના સરનામે પોસ્ટકાર્ડ મોકલ્યુ હતુ.વાસ્તવમાં આ પોસ્ટકાર્ડ સીઆરપીએફ હેડક્વાર્ટસ, દિલ્હી મોકવાનુ હતું. સોશિયલ મિડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખની ઠેકડી ઉડી રહી છે.

Related posts

વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું થયું આગમન , ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા

pratik shah

અમદાવાદમાં હેરીટેજ વારસાને સાચવવા ચોક્કસ બાંધકામ નીતિ અમલમાં મુકવાની લોકોની માંગ

Nilesh Jethva

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!