ટેક્સ પેનલ દ્વારા પોતાની ફર્મને લોન આપનારી કંપનીને રાહત આપવા મામલે મીડિયા અહેવાલો પર રોબર્ટ વાડ્રાએ આકરી પ્રતિક્રિયા આપી છે. કારોબારી રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે તેમનું નામ વિવાદમાં ઢસડીને પોતાની સરકારની નિષ્ફળતાથી જનતાનું ધ્યાન હટાવવાનો ભાજપનો પ્લાન-બી છે. રોબર્ટ વાડ્રા કોંગ્રેસના સદસ્ય છે અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. હરિયાણાના શિકોહપુર જમીન ગોટાળાના મામલામાં ઈડીએ રોબર્ટ વાડ્રાને સમન મોકલ્યું છે. ઈડી ટૂંક સમયમાં રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે ડીએલએફ અને ઓંકારેશ્વર પ્રોપર્ટીઝના મામલામાં પણ ઈડી તપાસ કરી રહી છે. હરિયાણાના શિકોહપુર જમીન ગોટાળાના મામલાની તપાસ પણ ઈડી પાસે છે. સીબીઆઈના સૂત્રો મુજબ. સીબીઆઈની ટીમ પણ આમા ફરિયાદ દાખલ કરી શકે છે.
આ મામલો લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની નફાખોરીનો છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલાની તપાસ સીબીઆઈ કરે તેવી શક્યતા છે. સીબીઆઈની સાથે ઈડી પણ આ મામલામાં તપાસ કરવાની છે. જમીન ગોટાળા સાથેનો એક નવો મામલો ઈડી દાખલ કરવાની છે. ઈડીની ટીમ હરિયાણા પોલીસના સંપર્કમાં છે. હરિયાણામાં નોંધાયેલા મામલાને પણ ઈડી ટેકઓવર કરશે.