GSTV
Home » News » રૂપાણીના કાર્યક્રમમાં મહિલા પોલીસ સાથે થયું એવું કે જવાનો મદદે દોડી આવ્યા

રૂપાણીના કાર્યક્રમમાં મહિલા પોલીસ સાથે થયું એવું કે જવાનો મદદે દોડી આવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને સંસ્કારનગરી વડોદરામાં એકતા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સરદાર યાત્રા સમયે સીએમ વિજય રૂપાણીએ ટૂંકા સંબોધન દરમિયાન વિપક્ષ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તેઓએ કહ્યુ કે સરકારને જો કાશ્મીરનો મુદ્દો સોંપી દીધો હતો તો કાશ્મીરનો પ્રશ્ન હલ થઈ ગયો હતો. કોંગ્રેસ સરદાર સાથે અન્યાય કર્યો છે. તેમજ સરદારને દુનિયા ઓળખે એવું કામ ભાજપે કર્યુ હોવાનું પણ કહ્યું.

રાજ્યભરમાં 31મી ઓક્ટોબર સુધી સરદાર પયેલ ના અખન્ડ ભારત તેમજ સંગઠિતત ભારતના સંદેશાના પ્રચાર માટે સરદાર એકતા યાત્રા  કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ખાતે સરદાર પટેલ એકતા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરાના છાણી ગામમાંથી  સરદાર પટેલના સ્ટેચ્યુ પુષ્પમાળા અર્પણ કરીને વડોદરા શહેરમાં સરદાર પટેલ એકતા રથ  યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. એકતા યાત્રાના પ્રસ્થાન પૂર્વે યોજાયેલ જાહેરસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ  સરદાર વલ્લભભાઈ પટેલએ આઝાદી બાદના સમયમાં દેશના રજવાડાને એકત્રિત કરવા માટેકરેલા ભગીરથ કાર્યપને યાદ કર્યા હતા.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેરદાર પટેલ ના હોત. સરદાર સાહેબે અલગ અલગ રજવાડા એક કર્યા અને દેશ ને અખડીત  કર્યો.

પટેલના હોત તો હૈદરાબાદ, જૂનાગઢ, તેમજ અન્ય રાજ્યમાં જવા માટે વિઝા લેવા પડ્યા હોત. સરદાર સાહેબ તેમના લોખડી મનોબળને કારણે 562 રજવાડાઓને એક કર્યા. ભારતવાસીઓ આજે એક છે એનું કારણ સરદાર પટેલ છે. આવનારા વર્ષોમાં દુનિયામાં કોઈ મોટી પ્રતિમા બનવાની નથી જે પ્રતિમા સરદાર સાહેબ ની બની છે. આઝાદી પછી 40 વર્ષ સુધી સરદાર સાહેબને હાસિયામાં રાખવાના પ્રયાસો કોંગ્રેસે કર્યા. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આવનારી પેઢી આગળ વધે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.

યાત્રા વડોદરા ના છાની  વિસ્તારમાંથી નીકળીને સમા  સ્પોસ્ટ કોમ્પ્લેક્સ ખાતે પૂર્ણ થઇ હતા સીએમ રૂપાણી ની કાર ના કાફલા સાથે વડોદરા પોલીસના જવાનો અને અધિકારીઓ દોડતા નજરે પડ્યા હતા.  જોકે યાત્રાના બંદોબસ્ત માટે જોડાયેલા મહિલા પોલીસ કોન્ટેબલને છાની  વિસ્તારમાં ફરજ દરમિયાન ચક્કર આવી જતા તબિયત લથડી હતી. જેથી સાથી પોલીસ જવાનો તુરંત મદદે દોડી આવ્યા હતા.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!