GSTV
Home » News » વડોદરાની શાળામાં બે પ્રકારની ફીની માંગણી કરતા વાલીઓમાં રોષ, જાણો શું છે સમગ્ર મામલો

વડોદરાની શાળામાં બે પ્રકારની ફીની માંગણી કરતા વાલીઓમાં રોષ, જાણો શું છે સમગ્ર મામલો

વડોદરાની વિદ્યાની શાળા ખાતે વાલીઓનો હોબાળો મચાવ્યો હતો. શાળા દ્વારા બે પ્રકારની ફીની માંગણી કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં વાલીઓ શાળા સંકુલ સામેના પ્લોટમાં વિરોધ દર્શાવવા એકઠા થયા હતા. વાલીઓએ જણાવ્યું હતું કે જો સ્કૂલ એફઆરસીના નિયમોનું ચુસ્ત પાલન કરે તો વાલીઓ એફઆરસી મુજબ ફી ભરવા તૈયાર છે અને શાળા સંચાલકો આ બાબતે યોગ્ય રસ્તો નહી કાઢે તો વાલીઓએ ડીઇઓને મળવાની ચિમકી આપી હતી.

બાળકો રસ્તાની પાસે તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર

બીજી તરફ ગોધરાના ભૂરાવાવ ખાતે શિક્ષણ વિભાગે ગુજરાતી પ્રાથમિક શાળા શિફ્ટ કરાવતા વિવાદ શરૂ થયો છે અને બાળકો રસ્તાની પાસે તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શિક્ષણ વિભાગે ભૂરાવાવ ખાતેની શાળાની ઈમારત જર્જરિત થઈ હોવાથી અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા જે શાળામાં કરી છે. તે શાળા ભૂરાવાવથી બે કિલોમીટર દુર છે.જેને લઈને વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર જ તંબુ નીચે બેસાડી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

અમદાવાદ : એક વર્ષથી બંધ અને જર્જરીત મકાન ધરાશાયી થતા બીજા બે મકાનનો પણ ભૂક્કો બોલાવી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!