GSTV
Home » News » સીબીઆઈનો રોફ જમાવી વાહન ચાલકો પાસેથી લેતા હતા દંડ, થઈ આ હાલત

સીબીઆઈનો રોફ જમાવી વાહન ચાલકો પાસેથી લેતા હતા દંડ, થઈ આ હાલત

વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે સીબીઆઈનો રોફ જમાવી વાહન ચાલકો પાસેથી તોડ કરતા 2 નકલી સીબીઆઈ ઇન્સ્પેકટરની નવાપુરા પોલીસે ધરપકડ કરી છે. ખંડેરાવ માર્કેટ પાસે મોડી રાત્રે વાહન ચેકિંગ કરતા બે શખ્શો વાહન ચાલકોને થોભાવીને વાહનોના કાગળો માંગી રહ્યા હતા. જેઓએ વાહન ચાલકો સાથે માથાકૂટ કરતા શંકા જતા વાહન ચાલકે પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. પોલીસ કંટ્રોલે નવાપુરા પોલીસ સ્ટાફને મોકલી આપી આ બંને શખ્સોની પૂછપરછ કરતા આ બંન્ને શખ્સો નકલી સીબીઆઈ ઇન્સ્પેટર બનીને વાહન ચાલકોને લૂંટતા હોવાનું બહાર આવ્યું. નવાપુરા પોલીસે વસંત પંચાલ અને રવિ નામના આ બંને શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરાઃ ખંડેરાવ માર્કેટ પાસે બે શખ્સોની ધરપકડ

સીબીઆઈનો રોફ જમાવીને વાહન ચાલકો પાસેથી લેતા હતા દંડ

વસંત પંચાલ અને રવિ નામના બે શખ્સોની ધરપકડ

Read Also 

Related posts

ગુજરાતમાંથી મેઘરાજાની નથી થઈ વિદાય, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

Mayur

જેતપુર હાઈવે પર પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ, લોકો થયા ત્રાહિમામ

Nilesh Jethva

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!