GSTV
Gujarat Government Advertisement

ટુ વ્હીલ પર સીટ બેલ્ટ ન પહેરવા બદલ મેમો આવે તો નવાઈ નહીં, કારણ કે આ ભાઈને કારમાં…..

Last Updated on January 1, 2019 by Karan

શહેરના હરણીરોડ પર રહેતા યુવકને તેની કારનંબરના આધારે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવા બદલ ૧૦૦ રૂપિયાનો દંડ ભરવા માટે ઈ-મેમો મોકલવામાં આવતા કારચાલક ચોંકી ઉઠયો હતો. આ અંગે તેણે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવા પોલીસે પોતાની ભુલ સ્વીકારી હતી અને સાંજે કારચાલકને પોલીસ ભુવનમાં બોલાવીને તેને મોકલાવેલો ઈ-મેમો રદ કર્યો હતો.

હરણીરોડ પર ગંગાનગર સોસાયટીમાં રહેતા મિલિન્દભાઈ દેશમુખ રણોલી ખાતે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે અને અલ્ટો કારનો ઉપયોગ કરે છે. ગઈ કાલે બપોરે તેમના ઘરે ટ્રાફિક પોલીસને ઈ-મેમો આવ્યો હતો જેમાં તેમની કારના નંબર અને નામ-સરનામાની વિગતો હતી અને હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ તેમને ૧૦૦ રૃપિયો દડ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતુંં.

જોકે ઈ-મેમોમાં બતાવેલા ફોટામાં તેમની કાર ક્યાંય દેખાતી ન હોઈ અને કારચાલકે હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારવા બદલ દંડ કરાયાની વિગતો જાણી મિલિન્દભાઈએ તુરંત ટ્રાફિક વિભાગમાં ફોન કરી સમગ્ર વિગતો જણાવી હતી. જોકે ટ્રાફિક પોલીસે તેમને ગોળગોળ જવાબો આપી ભુલ સ્વીકારના બદલે તમારી વિગતો ભુલથી નખાઈ ગઈ હશે તેમ જણાવ્યું હતું.

આ અંગે હોબાળો મચ્યા બાદ આજે આજે સાંજે ટ્રાફિક પોલીસે મિલિન્દભાઈને પોલીસ ભુવન ખાતે બોલાવ્યા હતા અને પોતાની ભુલ સ્વીકારી તેમનો ઈ-મેમો રદ કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસે રદ કરાયેલા ઈ-મેમો પર એવો પણ અભિપ્રાય પણ આપ્યો હતો કે ખોટી રીતે ઈ ચલન મળતા મિલિન્દભાઈને માનસિક આઘાત લાગ્યો હતો અને તેમની સાથે વાતચિત તેમજ કન્ટ્રોલ રૃમની રૃબરૃ મુલાકાત બાદ તેમને મદદ મળી છે અને તેમનો ઈ-ચલન રદ કર્યો છે.

આ ઉપરાંત ટેકનીકલ બાબતના લીધે શરતચુકથી ઈ-મેમો અપાયો છે જે રદ કરવામાં આવે છે અને આગળ મિલિન્દભાઈએ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી તેવી પણ નોંધ કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!