કોરોના ના કારણે વડોદરાનો ઐતિહાસિક નરસિંહજીનો વરઘોડો મોકુફ રાખવાનો નિર્ણય લેવાતા વડોદરા શહેરની ગાયકવાડી સમયથી ચાલી આવતી પરંપરા તૂટી છે. વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક નરસિંહજી ના મંદિરમાંથી દેવદિવાળીના દિવસે પરંપરાગત વરઘોડો કાઢવામાં આવે છે. આ વરઘોડામાં વડોદરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. જ્યારે એન.આર.આઈ પણ મોટી સંખ્યામાં લાભ લેવા આવતા હોય છે.

મંદિરના પ્રાંગણમાં આગલે દિવસે ભજન મંડળીઓ રમઝટ
વડોદરામાં અઢીસો વર્ષની પરંપરા જાળવતો ભગવાન નરસિંહજીનો વરઘોડો માંડવી થી નીકળી તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે લઈ જવામાં આવે છે અને આખી રાત લગ્ન વિધિ બાદ વાજતે ગાજતે પરત ફરતો હોય છે. આ વરઘોડાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવે છે તેમજ આતશબાજી કરવામાં આવતી હોય છે. જ્યારે મંદિરના પ્રાંગણમાં આગલે દિવસે ભજન મંડળીઓ રમઝટ બોલાવતી હોય છે અને ભવ્ય મેળો જામતો હોય છે.

વરઘોડામાં તમામ રાજકીય આગેવાનો પણ રહે છે હાજર
વળી આ વરઘોડામાં બેન્ડવાજા, બંસરી બેન્ડ, બગી ગાડીઓ, વેશભૂષા ધારી બાળકો, હનુમાનજી નું પાત્ર જેવા આકર્ષણો પણ રંગ જમાવતા હોય છે. જ્યારે વરઘોડામાં તમામ રાજકીય આગેવાનો પણ હાજર રહેતા હોય છે પરંતુ કોરોના ને કારણે અઢીસો વર્ષ જૂની પરંપરા તૂટી છે. મંદિરના વહીવટકર્તાઓએ આ વખતે વરઘોડો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અને મંદિરની અંદર જ સેવા પૂજા કરી ધાર્મિક પરંપરા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ગુજરાત કોંગ્રેસનું આજથી મહાજનસંપર્ક અભિયાન શરૂ ,તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં અભિયાન યોજાશે
- હેલ્થ/ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કોથમીર, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત
- 1 વખત મોબાઈલ રિચાર્જ કરાવી આખું વર્ષ કરો અનલિમિટેડ વાતો, આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઓફર
- અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ગાઢ ધુમ્મસના પગલે 20થી વધુ વાહનોની થઈ ટક્કર
- કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ