વડોદરાને હવે નહીં મળે એઈમ્સ હોસ્પિટલ, જાણો કોણ મારી ગયું બાજી

વડોદરાને હવે એઇમ્સ હોસ્પિટલ મળવાની નથી તે લગભગ નક્કી થઇ ગયું છે. ગત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને એઇમ્સ આપવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી રાજકોટ અને વડોદરાનું નામ મોખરે હતું.

પરંતુ અહેવાલો પ્રમાણે રાજકોટ મેદાન મારી ગયું અને એઇમ્સ રાજકોટને ફાળે ગઈ છે. જેથી વડોદરાના માંજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે નારાજગી વ્યકત કરી છે. તેમણે રાજકીય ઈશારે એઈમ્સ રાજકોટમાં ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે કેન્દ્રીય નેતાગીરીને નિર્ણય અંગે ફેરવિચારણા કરવા કહ્યું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter