GSTV
Home » News » વડોદરા હંમેશાં રચે છે નવો ઇતિહાસ, ભાજપના મોદી અને કોંગ્રેસના સત્યજીતે બનાવ્યો છે રેકોર્ડ

વડોદરા હંમેશાં રચે છે નવો ઇતિહાસ, ભાજપના મોદી અને કોંગ્રેસના સત્યજીતે બનાવ્યો છે રેકોર્ડ

વડોદરાની બેઠક હંમેશા ઇતિહાસ સર્જતી આવી છે. એક બેઠકના બે છેડા જોઇએ તો એક તરફ સત્યજીત ગાયકવાડ છે અને બીજા છેડે મોદી છે. 2014ની લોકસભા ચૂંટણીએ મતદારોએ ભારે આશ્ચર્ય સર્જ્યુ હતું. સત્યજીતના વિજય વખતે દેશમાં ચમત્કાર હતો અને મોદીના વિજય વખતે પણ ચમત્કાર સર્જાયો હતો. ભાજપના સ્ટાર કેમ્પેઇનર અને પ્રાઇમ મિનિસ્ટરના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારે વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી લડતા હતા ત્યારે એવું કહેવાતું હતું કે કોંગ્રેસના સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રી તેમને સારી એવી ફાઇટ આપશે પરંતુ પરિણામ આવ્યા પછી લાગ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના આ લિડરને મોદીએ હંફાવી દીધા હતા. ભૂતકાળમાં કોઇપણ ઉમેદવારને લીડ મળી ન હોય તેટલી લીડથી મોદી વડોદરાનો જંગ જીત્યા હતા.

વડોદરામાં 1998થી ભાજપનો આ સતત પાંચમો વિજય હતો

મોદીને 5.70 લાખની લીડ મળી હતી. ગુજરાતની તમામ 26 બેઠકો જીતનાર મોદીને વડોદરામાં ખોબો ભરીને મતો મળ્યા હતા. વડોદરામાં 1998થી ભાજપનો આ સતત પાંચમો વિજય હતો. આ એ જ બેઠક છે કે જ્યાં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ 1996માં માત્ર 17 મતે ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના સત્યજીતે પણ દેશમાં રેકોર્ડ સર્જ્યો છે, કેમ કે આટલી ઓછી લીડથી કોઇ ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીત્યો નથી. તેમણે ભાજપના જીતેન્દ્ર સુખડિયાને હરાવ્યા હતા. સત્યજીતના પ્રચાર સમયે ફિલ્મસ્ટાર સલમાન ખાન આવ્યો હતો. વડોદરામાં 1962થી ચૂંટણી યોજાય છે. 1991ના હિન્દુત્વના વેવમાં રામાયણ ફેઇમ સીતા એટલે કે ભાજપની ઉમેદવાર દિપીકા ચિખલીયા વિજયી બન્યા હતા.

કોંગ્રેસ માટે સત્યજીતની જીત છેલ્લી હતી

વડોદરાએ પહેલાં કોંગ્રેસનો ગઢ રહ્યો છે. 1952માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઇન્દુભાઇ અમીન ચૂંટણી જીત્યા હતા ત્યારપછી 1985 સુધી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતતા આવ્યા છે. વચ્ચે 1967માં સ્વતંત્ર પાર્ટીના પીસી પટેલ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસ માટે સત્યજીતની જીત છેલ્લી હતી. એ પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. ભાજપના જયાબેન ઠક્કર ત્રણ વખત ચૂંટણી જીત્યાં છે. બાલકૃષ્ણ શુક્લ 2009માં જીત્યા હતા. 2014માં પહેલા નરેન્દ્ર મોદી અને તેમને બેઠક ખાલી કરતાં આવેલા પેટા ચૂંટણીમાં રંજન ભટ્ટ ચૂંટણી જીત્યાં છે.

5.92 લાખ મતોની સરસાઇ મળી હોવાનો ભારતમાં રેકોર્ડ

પશ્ચિમ બંગાળના સીપીઆઇએમના ઉમેદવાર અનિલ બસુને લોકસભાની પેટા ચૂંટણીમાં 5.92 લાખ મતોની સરસાઇ મળી હોવાનો ભારતમાં રેકોર્ડ છે. મોદી આ રેકોર્ડ તોડી શક્યા ન હતા પરંતુ તેની હરોળમાં આવ્યા હતા. હવે વડોદરા બેઠક ઉપર કોંગ્રેસની ફરીવાર કસોટી છે. એટલું નિશ્ચિત છે કે કોંગ્રેસે માત્ર લડવાનું છે અને લીડ કાપવાની છે, જીતની આશા કરી શકાય તેમ નથી, કેમ કે ભાજપે રંજન ભટ્ટને રિપીટ કર્યા છે અને કોંગ્રેસે નવા ચહેરાને તક આપી છે.

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!