GSTV

વડોદરા સ્વીટી પટેલ કેસ : PI જ નીકળ્યો હત્યારો, વડોદરા પોલીસ ફાંફાં મારતી રહી ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી

Last Updated on July 24, 2021 by Dhruv Brahmbhatt

વડોદરા એસઓજી પીઆઇની પત્ની સ્વીટી પટેલની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. એઓસજી પીઆઇ અજય દેસાઇએ જ તેની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અજય દેસાઇએ તેની પત્ની સ્વિટી પટેલનું ગળું દબાવીને હત્યા કરી અને ત્યાર બાદ તેની લાશને સળગાવી દીધી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘ મળ્યા હતાં

વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘ મળ્યા હતાં.

આરોપી PI એ જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો

આ કેસમાં વધુ તપાસમાં સ્વીટી પટેલનો PI પતિ જ આરોપી નીકળ્યો છે. 5 જૂને ગુમ થયા બાદ 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે, કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ હવે રહસ્ય પરથી પડદો ઉંચાકાયો છે. આરોપી PI એ.એ.દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો છે.

કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે

PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીને ગળે ટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરું બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન આરોપી PI , કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.

ગૃહ વિભાગએ આપ્યો હતો આ આદેશ

ઉલ્લેખનીય છે કે, SOG PI ની દેસાઈની પત્ની સ્વીટી પટેલ હત્યા કેસમાં ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, આ મામલાની તપાસ હવે જિલ્લા પોલીસ નહીં કરે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ‘આ કેસની તપાસ અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ અને ATS ને સોંપાશે. આ મામલામાં કોઈને છોડાશે નહીં. તપાસમાં શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને નાર્કો ટેસ્ટ સહિત ફોરેન્સિક ટેસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવી છે.’

પતિ-પત્ની વચ્ચે 4 જૂનની રાત્રિએ થયો હતો ઝઘડો

કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોઝમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ રાતના 12:30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં ગળું દબાવી દીધું હતું. આ સમગ્ર રાત દરમિયાન સ્વીટીની લાશ પ્રયોશા સોસાયટીના ઉપરના મકાનમાં આવેલા બેડરૂમમાં મુકી દેવાઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!