વડોદરામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કોર્પોરેશનની સફાઈ કામગીરી માટે કર્મચારીઓનો ઉપયોગ થયાનો આક્ષેપ થયો છે. સમા ખાતેના સ્પોર્ટસ કોમ્પલેક્ષની કામગીરી ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી છે. પરંતુ કોર્પોરેશનના સાત્તાધિશોની ખાનગી સંસ્થાઓને લાભ કરવાની નીતિ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા બહેન વાઘેલાએ આક્ષેપ લગાવ્યો છે કે, કોર્પોરેશનને કોન્ટ્રાક્ટરને કામગીરી સોપી છે. પરંતુ સાફ-સફાઈનું કામ કોર્પોરેશનના કર્મચારીઓ કરે છે.