GSTV
Home » News » વડોદરાઃ સાંસદ સહિત સાત મહિલા કોર્પોરેટર બિમાર પડતા તંત્રમાં દોડધામ

વડોદરાઃ સાંસદ સહિત સાત મહિલા કોર્પોરેટર બિમાર પડતા તંત્રમાં દોડધામ

વડોદરામાં સાંસદ સહિત સાત મહિલા કોર્પોરેટર બિમાર પડતા તંત્રમાં દોડધામ મચી છે. વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં ચિકનગુનિયાથી બે લોકોના મતો થયા છે. સીઝનલ ફ્લુમાં સપડાતા દર્દીઓની સંખ્યા વધતા તંત્રની ઉંઘ ઉડી છે અને આખરે મનપાની આરોગ્ય વિભાગની ટીમે સઘન કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઈ સર્વે શરૂ કરાવ્યો છે. ફોગીંગની પણ કામગીરી શરૂ કરી છે. મહાનગર પાલિકાની 956 ટીમો કામગીરીમાં ઉતરી છે અને દરરોજ 17000 ઘરોમાં સર્વેનો લક્ષ્યાંક અપાયો છે.

વડોદરામાં રોગચાળાએ માઝા મુકી છે અને તેમાં સાંસદ અને સાત મહિલા કોર્પોરેટર પણ સપડાયા છે. જેથી મહાપાલિકા તંત્રની ઉંઘ ઉડી છે અને વિવિધ વિસ્તારમાં ફોગિંગની કામગીરી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરામાં સિઝનલ ફ્લૂ, ચીકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગોએ માથુ ઉંચક્યુ છે અને વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ સહિત સાત મહિલા કોર્પોરેટર પણ બિમાર પડ્યા છે.

ત્યારે આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. ૯૫૬ જેટલા સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જેમાં અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ સર્વેલન્સ મોડમાં આવી ગઈ છે અને શહેરના વિસ્તારોમાં ફરી દર્દીઓનો સર્વે કરી રહી છે અને જો સીઝનલ ફ્લુ, ચીકન ગુનિયા, ડેન્ગ્યુંના લક્ષણો ધરાવતા દર્દીઓ મળી આવે તો મેડીકલ ઓફિસરોને જાણ કરશે.

શહેરી વિસ્તારોમાં જઈ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે અને મચ્છરોના બ્રીડીંગ પોઈન્ટ મળે ત્યાં દવાઓનો છાંટવામાં આવી રહી છે. અત્યાર સુધી સ્વાઈન ફ્લુના નામથી ઓળખાતા હવેના સીઝનલ ફ્લુના ૨૨ કેસો મળી આવ્યા છે અને ચીકનગુનિયાના ૧૪૭ જેટલા કેસો મળી આવ્યા છે તેવું વડોદરા આરોગ્ય વિભાગ અધીકારી મુકેશ વૈદ્યને જણાવ્યું હતું અને સાંસદ બીમાર પડતા તેઓના રીપોર્ટ મંગાવી ચકાસ્યા હતા અને રીપોર્ટમાં ફક્ત વાયરલ ફીવર હોવાનું જણાઈ આવ્યું હતું તેમ ઉમેર્યું હતું.

ત્યારે સવાલ એ થાય કે જયારે સામાન્ય પ્રજા પર રોગચાળાએ નાગચૂડ પકડ જમાવી હતી ત્યારે કેમ આરોગ્ય વિભાગે આવા ત્વરિત પગલા ન લીધા અને હવે જયારે નેતાઓ બીમાર પડ્યા ત્યારે કેમ એક્શનમાં આવી?ઉપરાંત મહત્વની વાત તો એ છે કે બીમારીમાં સપડાયેલા એક પણ નેતા સરકારી હોસ્પિટલોને પસંદ ન કરી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે તે જ બતાવે છે કે સરકારી હોસ્પિટલોમાં થતી સારવાર અને સારવારની પ્રક્રિયા તેમજ સરકારી હોસ્પિટલોની અવદશાથી તેઓ જાણકાર છે. ત્યારે સામાન્ય નાગરિકો પણ પોતાના વધુમાં વધુ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે રોગચાળાએ પરોક્ષ રીતે સરકારી હોસ્પિટલોની પણ પોલ ખુલ્લી પાડી દીધી છે.

વડેદરાઃ સાંસદ સહિત સાત મહિલા કોર્પોરેટર બિમાક પડતા તંત્રમાં દોડધામ

આરોગ્ય વિભાગ ઘરે-ઘરે સર્વે શરૂ કરાવ્યો

Related posts

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

AMCના કર્મચારીઓને મળી દિવાળી ભેટ, પેટ્રોલ એલાઉન્સમાં થયો વધારો

Arohi

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!