વડોદરા સેવા સદનની પ્રાથમિક શાળાએ પેપર લીક કરી નાખ્યું, હવે ચાલશે તપાસ

વડોદરા સેવા સદનની સંચાલિત નગર પ્રાથમિક શાળામાં પેપરલીકને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નિરીક્ષકોની ટીમ શાળાએ પહોંચી હતી. અને પેપરલીક મામલે તપાસ શરૂ કરી હતી. જોકે નિરીક્ષકોની સાથે સમિતિના વિપક્ષી નેતાઓ પણ સ્કુલે પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો હતો. પહેલી નવેમ્બરે લેવાયેલી છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષાનું પેપર પોણો કલાક પહેલા જ વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાનો સમય બપોરે બેથી પાંચનો હતો.

પરંતુ સોશિયલ મીડિયામાં આ જવાબ સાથેનું પેપર સવા વાગ્યે વાયરલ થઈ ગયું હતું. ફતેહપુરા શાળા નંબર એકમાંથી પેપર વાયરલ થયાનો આરોપ છે. જેને લઈને આજે પહોંચેલી નિરીક્ષકોની ટીમે શાળાના માર્ગેશ સોલંકી નામના શિક્ષકની પૂછપરછ શરૂ કરી. આ ટીમ ધોરણ છની પરીક્ષાની ઉત્તરવહીની તપાસ કરવાના છે. પરંતુ જો નિરીક્ષકો તપાસ નહીં કરતે વિપક્ષી નેતા પોલીસ ફરિયાદ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter