ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પપેર લીક થવાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. પેપરલીક કાંડના 16 જેટલા આરોપીઓને વડોદરાની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATS દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટે આ તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
