GSTV
Home » News » વડોદરાના સયાજી પરિવારની અબજોની મિલકતનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો

વડોદરાના સયાજી પરિવારની અબજોની મિલકતનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો

વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારની અબજો રૂપિયાની સ્થાવર- જંગમ મિલકતનો વિવાદ ફરી ગરમાયો છે. વડોદરાના મૂળ રાજવીના પરિવારના વારસદારોએ તાજેતરમાં કોર્ટમાં 1 લાખ કરોડ રૂપિયાનો દાવો દાખલ કરી મિલકતોનો 50 ટકા હિસ્સાની માંગણી કરી છે. આ કેસની વધુ સુનાવણી આગામી 25મી તારીખે રાખવામાં આવી છે.

સયાજી પરિવારની અબજોની મિલકતનો વિવાદ ફરી ઉભો થયો છે. આમ તો સયાજી ઘરાનાની કરોડોની સંપત્તિને લઇને ભાઇઓ વચ્ચે વર્ષોથી વિવાદ બાદ વર્ષ 2013માં સમાધાન થયું હતું. એ પ્રમાણે પ્રોપર્ટીની વહેંચણી પણ થઇ ગઇ હતી. જો કે હવે આ વહેંચણી યોગ્ય રીતે ન થઇ હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

રાજવી પરિવારના ગોવિંદરાવ હનુમંતરાવ ગાયકવાડના વારસદારોએ માંડ્યો દાવો :

રાજવી પરિવારના ગોવિંદરાવ હનુમંતરાવ ગાયકવાડનાં વારસદારોએ કોર્ટના દ્વારા ખટખટાવ્યા છે.  સત્યજીતસિંહ, સત્યશીલા, સંગીતાબેન, દિલજીતસિંહ અને પ્રતાપસિંહે રાજવી પરિવારનાં સભ્યોએ આ દાવો માંડ્યો છે. તેમણે સંગ્રાહસિંહ ગાયકવાડ અને સમરજીતસિંહ ગાયકવાડ સહિત પરિવારનાં અન્ય સભ્યો વિરુદ્ધ કોર્ટમાં 1 લાખ કરોડ રૂપિયાનો દાવો માંડયો છે.

સંપત્તિનો વિવાદ :

ગોવિંદરાવ ગાયકવાડના વારસદારોએ જણાવ્યું છે કે રાજવી પરિવારની અબજો રૂપાયાની મિલકતો આજથી લગભગ 150 વર્ષ પૂર્વે  દામાજીરાવ ખીલાજીરાવ ગાયકવાડ તથા તેમના વારસદારો દ્વારા વસાવવામાં આવી છે. આ મિલકતો પ્રતાપરાવ સયાજીરાવ ગાયકવાડ કે સયાજીરાવ ખંડેરાવ દ્વારા વસાવવામાં આવી નથી. ખંડેરાવના લગભગ 10 વર્ષના પુત્ર સયાજીરાવ ગાયકવાડને બ્રિટિશ શાસનનાં સમયે દત્તક પુત્ર તરીકે લેવડાવી રાજગાદી પર ખોટી રીતે બેસાડવામાં આવેલા. તેમણે ખંડેરાવના પુત્ર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા પણ કોઇ મિલકતો ખરીદવામાં આવી ન હોવાની પણ રજૂઆત કરી છે.

સયાજીરાવના પુત્રો અને તેમના વારસદારોએ પણ કોઇ મિલકત વસાવી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. જેમાં સયાજીરાવના પુત્રો ફતેસિંહ ત્રીજા, ફતેસિંહના પુત્ર પ્રતાપસિંહ ગાયકવાડ અને પ્રતાપસિંહના ત્રણ પુત્રો ફતેસિંહ ગાયકવાડ ચોથા રણજીતસિંહ ગાયકવાડ અને સંગ્રામસિંહ ગાયકવાડ દ્વારા પણ કોઇ મિલકતો ખરીદાઇ નથી. ગોવિંદરાવના વારસદારોએ આ રજૂઆત સાથે કહ્યું છે કે જે મિલકતો દાયકાઓ અગાઉ વડિલો દ્વારા ખરીદવામાં આવેલી તેનો જ વહીવટ કરવામાં આવ્યો હતો. આથી આ વડીલો પાર્જીત મિલકતોમાં તેમણે 50 ટકા હિસ્સાની માંગણી કરી છે.

કોર્ટ દ્વારા મિલકતની વહેંચણી અને રિસીવરની નિમણૂંકની માંગ :

આ પરિવારે કોર્ટ દ્વારા આ મિલ્કતોની વહેંચણીની માંગ સાથે રિસીવરની નિમણૂકની પણ માંગણી કરી છે. આ પરિવારે ચીમનબાગ પેલેસનું બાંધકામ પહેલા પ્રમાણેનું કરીને તેના કબજાની માંગણી કરી છે. કોર્ટમાં કરાયેલા આ દાવામાં કામચલાઉ મનાઇ હુકમની માંગણી કરવામાં આવી હતી.

કઇ મિલકતો પર વિવાદ?

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના વારસદારોએ રાજ ઘરાનાની જે મિલ્કતોમાં હિસ્સો મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો છે તે મિલ્કતો પૈકીની કેટલીક મહત્વની મિલ્કતોની યાદી નીચે મુજબ છે.

(1) ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ. આ રાજમહેલ આસપાસ 707 એકર જેટલી વિશાળ ખુલ્લી જગ્યા. જેમાં ગાર્ડન, મ્યુઝિયમ વિગેરે પણ છે.

(2) નજરબાગ પેલેસ.

(3) મકરપુરા પેલેસ તથા તેની આજુબાજુ આવેલી 25 એકર ખુલ્લી વિશાળ જગ્યા.

(4) કલાભુવન 10.9 વિંઘા જગ્યા

(5) અશોક બંગલો ઇન્દુમતી પેલેસ બકુલ બંગલો 8.7 વિંઘા

(6) બગીખાના પોલોગ્રાઉન્ડ

(7) યવતેશ્વર કંપાઉન્ડવાળી જગ્યા જેનું ક્ષેત્રફળ 193,31,78 હેક્ટર છે.

(8) કુંજ બંગલો

(9) પુષ્પક બંગલો

(10) અમરકુટ બંગલો

(11) ચિત્રકુટ બંગલો

(12) જૂના સરકારવાડા 89.916 ચો.ફુટ જગ્યા

(13) કૂતરાખાના 12823 ચો.ફુટ

(14) પીલખાન બિલ્ડીંગ 2,27,583 ચો.ફુટ

(15) જૂની ગઢી 10.994 ચો.વાર

(16) મૌલબાગ અખાડા 751 ચો.વાર

(17) વ્રજમસ્ટી અખાડા 23263 ચો.વાર

(18) જૂના તોપખાના 1191.37 ચો.વાર

(19) કુંજ પ્લાઝા 997 ચો.ફુટ

(20) આજવા બંગલો 2 એકર 23 ગુંઠા

(21) જંબુઆ ખાતેની ખેતીની જમીન 11 એકર 56 ગુંઠા

(22) અમદાવાદની ગાયકવાડ હવેલી

(23) મુંબઇ મરીન ડ્રાઇવ રોડ પરનો બંગલો જે મહેરગંધ હાઉસના નામથી ઓળખાય છે.

(24) દિલ્હીનું બરોડા હાઉસ

(25) વારાણસીનું મ્યુઝિયમ

(26) લંડનનો પેલેસ

(27) દ્વારકામાં આવેલો દ્વારકાહાઉસ બંગલો

(28) અબજો રૃપિયાનાં હીરા ઝવેરાત અને ઝવેરાત સોનાના આભુષણો

Related posts

પશ્ચિમ બંગાળ ટ્રીપલ મર્ડર કેસમાં આરોપી માત્ર પાંચ જ મિનિટમાં ત્રણની હત્યા કરી ભાગી ગયેલો, હત્યા પાછળ આ કારણ છે જવાબદાર

Mayur

મહારાષ્ટ્રમાં ભાજપ જીતી તો આ વ્યક્તિને આપશે ભારતરત્ન, વિપક્ષે કરી લાલ આંખ

Mayur

વિકાસની વાતો કરતી મોદી સરકારની બીજી ટર્મમાં આયાત-નિકાસમાં 10 અબજનો ઘટાડો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!