વડોદરામાં રિલાયન્સના પ્લાન્ટમાં ધડાકાભેર આગ, 3 કર્મચારીઓમાં ભડથું થઈ ગયા

વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર 2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે ફરજ બજાવી રહેલાં 3 કર્મચારીઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજે વહેલી સવારે આગ લાગતાંની સાથે જ કંપનીના ફાયર ફાઈટરો પ્લાન્ટ ખાતે ધસી ગયા હતા અને પાણીનો મારો તેમજ ફર્મ પાવડરનો ઉપયોગ કરી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લાવવામાં આવી હતી. આગમાં ભડથું થઈ ગયેલા કર્મચારીઓના પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકોના પરિવારજનો તેમજ સાથેના કર્મચારીઓ પહોંચી ગયા હતા. કર્મચારીઓએ કંપની સામે કર્મચારીઓની સુરક્ષા સામેના સવાલો ઉઠાવ્યાં હતા. આ ઘટનાને પગલે કર્મચારીઓમાં પણ રોષનો માહોલ છે.

  • મૃતકોના નામ
  • મહેન્દ્રભાઈ જાદવ
  • અરૂણભાઈ ડાભી
  • પ્રીતેશભાઈ પટેલ

કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ પ્લાન્ટ ખાતે દોડી આવ્યાં હતા. આ સાથે કોયલી સહિતના આસપાસના ગ્રામજનો કંપની પાસે ભેગા થયા હતા. એક સમયે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂપે કંપનીની નજીક જતાં લોકોને અટકાવ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter