GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત

વડોદરામાં ગત 30 માર્ચે રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણોને લઈને ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. આ મામલે VHP નેતા રોહન શાહ અને અન્ય સામે ગુનો દાખલ કરી રોહન શાહની અટકાયત કરી છે. રામનવમીની શોભાયાત્રા સમયે પથ્થરમારાના બનાવ બાદ રોહન શાહે મીડિયા સાથે વાતચીત કરતા સમયે ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કર્યાનો આરોપ છે. પોલીસ વિવિધ થીયરી પર તપાસ ચલાવી રહી છે.

પથ્થરમારા મામલે 123  આરોપીઓની ધરપકડ

વડોદરામાં ગત 30 માર્ચે રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 123  પૈકી પાંચ લોકો બે દિવસના રિમાન્ડ પર છે, જ્યારે 18 શખ્સો જ્યુડિશિયલ કસ્ટડીમા છે.આ 18 શખ્સોએ જામીન અરજી મુકતા કોર્ટે તમામ 18 લોકોના જામીન નામંજૂર કર્યા છે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV