GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

14 લાખ સામે 61 લાખ રૂપિયા ઉઘરાવ્યાં, ડભોઇમાં વ્યાજખોર પિતા-પુત્ર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

વડોદરાના ડભોઇમાં વ્યાજખોર પિતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડભોઇના રાણાવાસમાં રહેતા વેપારી મહેશ કેશવભાઈ પુરબીયાએ ડભોઇ ઉમા સોસાયટીમાં રહેતા કોટુંરામ રાવલાણી અને તેના પુત્ર રામચંદ્ર પાસેથી 2005 થી આજ સુધી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. વ્યાજે આપેલી આ રકમ સામે વ્યાજખોર પિતા અને પુત્રએ 61 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત મોતુરામના બીજા પુત્ર ગોપાલ પાસેથી વેપારીએ 40,000 10 ટકા વ્યાજે લીધા હતા તેની સામે વેપારીએ 3.96 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. વ્યાજે લીધેલી રકમ સામે અનેક ગણી રકમ ચૂકવવા છતાં પિતા અને બંને પુત્રોની ઉઘરાણી સતત ચાલુ રહી હતી તેમજ જબરજસ્તી 17 કોરા ચેક લખાવી લીધા હતા અને ધમકી આપી હતી. આ અંગે વેપારીને વ્યાજના વિષચક્રમાં ફસાવી દેનાર પિતા અને બંને પુત્રો સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની મોટી ઝુંબેશ ચાલી રહી છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસે આપેલી હિંમતથી વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યાં છે અને આવા વ્યાજખોરો સામે ફરિયાદ લખાવી રહ્યાં છે. રાજ્યના શહેરોમાં સ્થાનિક પોલીસ કેમ્પ કરી રહી છે અને વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ અને પરિવારોને રજૂઆત કરવાની તક આપી રહી છે, જેને પરિણામે વિવિધ શહેરોમાંથી વ્યાજખોરોના આતંકની ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો

Nakulsinh Gohil

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil
GSTV