GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરા / રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા મામલે સીટી પી.આઈ. સામે કાર્યવાહી,  પોલીસ કમિશ્નરે કરી બદલી

વડોદરા શહેરમાં ગત 30 માર્ચે રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા મામલે 123 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી બાજુ વડોદરા શહેર પોલીસ કમિશ્નરે સીટી પોલીસ મથકના પી.આઈ. સામે કાર્યવાહી કરતા તેમની બદલી કરી છે.

પોલીસ કમિશ્નરે સીટી પી.આઈ.ની કરી બદલી
વડોદરા શહેર પોલીસ કમિશ્નર IPS શમશેર સિંઘે સીટી પોલીસ મથકના પી.આઈ. એસ. એમ. સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરી છે. તો ગોરવાના પી.આઈ. એચ.એમ. ધાંધલને સીટી પોલીસ મથક મુકાયા છે, આ સાથે જ ટ્રાફિક પી.આઈ. જે.એમ. મકવાણાન ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે. રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના સીટી પોલીસ મથકની હદમાં બની હતી.

પથ્થરમારા મામલે 123 આરોપીઓની ધરપકડ
વડોદરામાં ગત 30 માર્ચે રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 123 પૈકી પાંચ લોકો બે દિવસના રિમાન્ડ પર છે, જ્યારે 18 શખ્સો જ્યુડિશિયલ કસ્ટડીમા છે.આ 18 શખ્સોએ જામીન અરજી મુકતા કોર્ટે તમામ 18 લોકોના જામીન નામંજૂર કર્યા છે.

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV