વડોદરાના માંજલપુર વિધાનસભાના કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયે કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ છે, કાર્યકરો વચ્ચે મારામારીને પગલે રાજકારણ ગરમાયું છે. 1 કાર્યકર ઇજાગ્રસ્ત થતા સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

ફાલ્ગુન સોરઠીયા અને વિજય ભટ્ટ નામના કાર્યકરો બાખડ્યા હતા. ફાલ્ગુન નામના કાર્યકરને માર મારી કપડા ફાંડી નાખ્યા હતા, સમગ્ર મામલે હોદ્દેદારોએ સમાધાન કરવાના પ્રયાસ કર્યા, અંતે મજાક મસ્તીમાં ઝપાઝપી કરી હોવાની કાર્યકરોએ કબૂલાત કરી છે.

ઉલ્લેખનીય છે કે માંજલપુર બેઠકને લઈને કોંગ્રેસમાં પહેલેથી જ વિવાદો ચાલી રહ્યાં છે. માનજલપુર બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે ડો.તશ્વિન સિંઘનું નામ જાહેર થતાની સાથે જ હોબાળો થયો હતો. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે કોઈ કાર્યકર ડો.તશ્વિન સિંઘને ઓળખતા પણ નથી. ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરોએ ઉમેદવાર બદલાવની માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.