રેલ્વે સ્ટેશન પાસે કેટલાક રીક્ષાચાલક મહિલા મુસાફરોને ડબલ મિનિંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા હોવાની બૂમો ઊઠી છે. જેના ભાગરૂપે સી ટીમએ વોચ ગોઠવી અલકાપુરી કુંજ સોસાયટી પાસે યુવતીઓની પજવણી કરતા આધેડ રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ આવેલ હોય કેટલાક રીક્ષા ચાલકો મહિલાઓ સાથે બીભત્સ ઇશારા સાથે વર્તન કરતા હોય સયાજીગંજ પોલીસ મથકની સી ટીમએ ગતરોજ વોચ ગોઠવી હતી. તે સમય અલકાપુરી કુંજ સોસાયટી પાસે એક આધેડ રીક્ષા ચાલક આવતી જતી યુવતીઓને જોઈ ચેનચાળા કરતો નજરે ચડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી 60 વર્ષીય રફીક મોહમ્મદભાઈ શેખ (રહે- જેતલપુર ગામ, અગ્રવાલ ગેસ્ટ હાઉસ પાછળ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ જી.પી.એકટ 110 તથા 117 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં