વડોદરામાં ખેડૂતો હાઈટેક બન્યા છે. લગ્ન સમારોહ અને બીજી ઈવેન્ટસની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવા માટે ડ્રોનનો ઉપયોગ હવે વ્યાપક બની ગયો છે. જોકે ડ્રોન ટેકનોલોજી હવે બીજા ક્ષેત્રોમાં પણ પ્રવેશી રહી છે. વડોદરામાં 70 ખેડૂતોએ ડ્રોન વડે ખેતરોમાં યુરિયાનો છંટકાવ કરાવ્યો છે.

કૃષિ ક્ષેત્રે પણ ડ્રોનની એન્ટ્રી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રોન વડે ખેતરોમાં યુરિયો છંટકાવની સુવિધા આપવાનુ શરુ કરાયુ છે અને વડોદરા જિલ્લામાં પણ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવાનુ શરુ કરી દીધુ છે.મળતી વિગતો પ્રમાણે ઓગસ્ટ મહિનામાં આ યોજના લોન્ચ કરવામાં આવ્યા બાદ વડોદરા જિલ્લામાં ૭૦ જેટલા ખેડૂતોએ ૨૫૦ એકરના વિસ્તારમાં ડ્રોન વડે યુરિયાનો છંટકાવ કરાવ્યો છે.
વડોદરા જિલ્લાની ખેતીવાડી શાખાના સૂત્રોના કહેવા પ્રમાણે હજી આ વર્ષથી જ યોજનાની શરુઆત થઈ હોવાથી ખેડૂતોમાં ધીરે ધીરે તે અંગે જાગૃતિ આવી રહી છે.ડ્ર્રોન વડે એક એકર પાક પર માત્ર 20થી 30 મિનિટમાં યુરિયાનો છંટકાવ થઈ જાય છે.ઉપરાંત સરકાર આ યોજનામાં એક એકર દીઠ 500 રુપિયા સબસિડી પણ આપી રહી હોવાથી ખેડૂતોને યુરિયા છંટકાવ માટે એકર દીઠ 200 થી 300 રુપિયાનો જ ખર્ચ આવી રહ્યો છે.રાજ્ય સરકારે આ યોજના માટે સબસિડી તરીકે ૩૫ કરોડ રુપિયાની જોગવાઈ કરી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, ડ્રોન વડે યુરિયા છંટકાવ કરવા માટે ખેડૂત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને વિવિધ 18 જેટલી કંપનીઓની ડ્રોન સર્વિસમાંથી કોઈ પણ સર્વિસની પસંદગી કરી શકે છે.અરજી કર્યાના પંદર થી વીસ દિવસમાં ડ્રોન પાયલોટ દ્વારા ખેડૂતના ખેતરમાં યુરિયાનો છંટકાવ કરી આપવામાં આવે છે.
ડ્રોન થકી યુરિયા છંટકાવમાં શ્રમિકોની જરુર નથી પડતી તેમજ યુરિયા પણ ઓછુ વપરાતુ હોવાથી ખેડૂતોને પરંપરાગત રીતે યુરિયા છંટકાવના ખર્ચ કરતા 40 ટકા ઓછો ખર્ચ આવે છે.યુરિયા છંટકાવની કામગીરી સામાન્ય રીતે ઉનાળાના પ્રારંભ સુધી ચાલતી હોવાથી વડોદરા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજી અપનાવનારા ખેડૂતોની સંખ્યા હજી પણ વધશે.
READ ALSO
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો
- મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ, સન્માન છે કે વોટ બેન્ક કવર કરવાનો ટાર્ગેટ
- 1 એપ્રિલ 2023થી થઈ રહ્યો છે મોટો બદલાવ, 15 વર્ષ જૂની ગાડીઓ માટે નવો કાયદો બનશે અમલી
- પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું