GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી

વડોદરા શહેરના સ્ક્રેપના વેપારીને લોખંડના સળિયાનો જથ્થો વેચવાના બહાને 7.61 લાખની રકમ પડાવી અજાણ્યા ભેજાબાજોએ  ઓનલાઈન વિશ્વાસઘાત છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સળિયાના જથ્થાનો ફોટો મોકલી વેપારીનો વિશ્વાસ કેળવી પ્રતિ કિલો રૂ. 41 ભાવ નક્કી કર્યો હતો. 

આ અંગેની વિગત એવી છે કે, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પંકજ મોહનલાલ ડાડ પ્રતાપ નગર યમુના મિલ રોડ ખાતે સ્ક્રેપનો બિઝનેસ કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, 6 જાન્યુઆરીના રોજ ફોન કરનાર સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ કિશોર દામાણી તરીકે આપી હતી અને કહ્યું હતું કે, મારી પાસે લોખંડના ટીએમટી સળિયાનો જથ્થો છે જે વેચવાનો છે. ત્યારબાદ ફોટા થકી સળિયાનો ભાવ પ્રતિ કિલો રૂ. 41 નક્કી કર્યો હતો અને 16 ટન ટીએમટી લોખંડના સળિયા ખરીદવા ઓર્ડર આપ્યો હતો.

ત્યારબાદ 50 ટકા એડવાન્સ પેમેન્ટ, ઈ વે બિલ, સહિતના બહાના કરી રૂ.7,61,100ની રકમ પણ આપી હતી. દરમિયાન ટ્રક ડ્રાઇવર તરીકે મીનલ યાદવ નામની વ્યક્તિએ કહ્યું હતું કે, તમારો માલ વાપી આવી ગયો છે અમે વડોદરા આવીએ એટલે કોન્ટેક કરીશું. ત્યારબાદ આજ દિન સુધી મટીરીયલ મળ્યું નથી અને સામેવાળી વ્યક્તિએ અલગ અલગ બહાના દર્શાવતા છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો

Nakulsinh Gohil

વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી

HARSHAD PATEL

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah
GSTV