કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી બાલ સ્વરૂપદાસજી સ્વામી અને અન્ય ટ્રસ્ટી ઠાકોર વેરીભાઈ પટેલની બોગસ સહી કરી બેન્ક ઓફ ઈન્ડિયામાં મુકેલી મંદિરની એફડી ખોવાઈ ગઈ છે તેવી વાત કરી બેન્કના ફોર્મેટ મુજબ મંદિરમાં સેવા આપતા કૃણાલ વિનુભાઈ પટેલ (રહે. અમરદીપ હેરિટેજ, આજવા રોડ, વડોદરા) એ એફિડેવિટ બેંકમાં રજૂ કરી હતી અને મંદિરના એકાઉન્ટમાં એફડીના 24 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

આ એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા કૃણાલ પટેલે મંદિરના બેંક એકાઉન્ટના ચેકો ઉપર બોગસ સહીઓ કરી ઉપાડી લીધા હતા તેમજ આ રકમ અને મંદિરના એકાઉન્ટમાં જમા રકમ પર દાનત બગાડી અન્ય રકમ પણ પોતાના અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી કુલ 48.43 લાખની ઊંચાપત કરી હતી.

સ્વામિનારાયણ મંદિર સાથે લાખોની ઉચાપત અંગે વિદેશથી પરત આવેલા બાલસ્વરૂપ સ્વામીએ શેર બજાર ટ્રેડિંગના ધંધા સાથે સંકળાયેલા ભેજાબાજ કૃણાલ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
READ ALSO
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે