GSTV
Home » News » વડોદરાના પાદરામાં મામલતદાર ઓફીસ ખાતે ઠેર ઠેર ગંદકીના ઢગલા

વડોદરાના પાદરામાં મામલતદાર ઓફીસ ખાતે ઠેર ઠેર ગંદકીના ઢગલા

વડોદરાના પાદરામાં આવેલી મામલતદાર ઓફીસ ખાતે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.તો પીવાના પાણીના કુલરના નળમાંથી ઠંડા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તો બીજી તરફ પીવાના પાણીના કુલર પાસે ગંદકીના કારણે લોકો પોતાની તરસ છીપાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

અહીં આવતા અરજદારોને કામગીરી માટે કલાકો સુધી લાઇનમા ઉભા રહેવું પડે છે. તો અધિકારીઓ આરામમાં મસ્ત જોવા મળે છે. કચેરીમા ગંદકી કરનારને રૂપિયા 200નો દંડ કરાશે તેવા પોસ્ટર લાગ્યા છે. પણ કચરી જ ખુદ ગંદકીમાં ડુબેલી છે.

જ્યારે બીજીતરફ કચેરીના ચોચાલ્યમાં પણ ધુમ્રપાન કરી સોચાલય પણ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. અને સ્વચતાના નામે મીંડું નજરે પડે છે કચેરીમાં તમામ જ્ગ્ય ઓ પર ગંદકી કરનાર પર ૨૦૦ રૂપિયા દંડનીય કાર્યવાહી કરવાના પોસ્ટર તો લાગ્યા છે પરંતુ કચેરી દ્વારા જ કરવામાં આવતી ગંદકીમાં જવાબદાર કોણ, તે મોટો પ્રશ્ન છે અને મામલતદાર ને અનેક વાર રજુવતો કરવા છતાં તેઓની આંખ આડા કાન કેમ.

ઠેર ઠેર ગંદકીના પ્રશ્ને કોંગ્રેસે ગુજરાત સરકાર પણ સીધું નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે સ્વચતા અભિયાનની મોટી મોટી વાતો કરતી સરકારની આખ આડા કાન કેમ.

 

Related posts

#MeToo: હોલીવુડના આ બેતાજ બાદશાહ જાતીય સતામણીના કેસમાં દોષી, અદાલતે સંભળાવી 25 વર્ષ કેદની સજા

Ankita Trada

1 કરોડ લોકો ભેગા કરવા હોય તો સની લિયોનીને ટ્રમ્પની બાજુમાં ઉભી રાખો, આ ડિરેક્ટરે આપ્યો તોડ

Karan

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!