એમ્સ મામલે ગુજરાત ભાજપમાં ભડકો : અસંતોષ આવ્યો બહાર, મોદીને કરશે ફરિયાદ

AIIMS હોસ્પિટલની માટે રાજ્યના મહાનગરોમાં હરીફાઈ ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આજે કેન્દ્ર સરકારે રાજકોટ મહાનગરને AIIMS હોસ્પિટલ ફાળવી હોવાની ફક્ત હવા ચાલતાં વડોદરાના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે. ધારાસભ્યો ખુલીને આવી રહ્યા ન હોવા છતાં કંઇક રંધાઈ રહ્યું છે અ નક્કી છે. વિઘાનસભામાં પણ રાજકોટ અને વડોદરાને એમ્સ મળવા બાબતે બુમરાણો થઈ છે. હવે માત્ર એક હવાએ ભાજપમાં રહેલી તિરાડને મોટી કરી દીધી છે.

વડોદરા મહાનગરના રાજકારણમાં નારાજગીનો માહોલ

અદ્યતન સારવાર માટે જાણીતી AIIMS હોસ્પિટલને ગુજરાતમાં સ્થાપવા માટેની કવાયત લાંબા સમયથી ચાલતી હતી. જેમાં વડોદરા, સુરત, અમદાવાદ, અને રાજકોટ મહાનગર દ્વારા પોતાના શહેરમાં AIIMS સ્થાપવામાં આવે તે માટે રાજકીય ખેચતાણ ચાલતી હતી. જયારે આજે રાજકોટ મહાનગર ને AIIMS હોસ્પિટલની ભેટ મળતા વડોદરા મહાનગરના રાજકારણમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે.

રાજકોટની પસંદગી પર યોગેશ પટેલે સવાલો ઉભા કર્યા

સીનીયર ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધના સુર પુરાવ્યા હતા અને સરકાર ફરી વાર ફેર વિચારણા કરે તેવી માંગણી કરી હતી. ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વડોદરા શહેર અન્ય રાજ્યો માટે પણ ઉપયોગી થઇ શકે તેમ છે. મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યો સાથે હવાઈ માર્ગે તેમજ રેલ માર્ગે જોડાયેલું શહેર હોવા છતાય રાજકોટની પસંદગી પર યોગેશ પટેલે સવાલો ઉભા કર્યા હતા. 

ફેરવિચારણા કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરશે

વિધાનસભામાં કેબીનેટ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રાજકીય સ્ટ્રેન્થ મજબુત હોવાથી રાજકોટને AIIMS મળી હોવાની વાત યોગેશ પટેલે મૂકી હતી. જયારે વડોદરા અને મધ્ય ગુજરાતની નબળી નેતાગીરી અંગે પણ તેઓ બોલ્યા હતા. અને આ મામલે રાજકીય ખેચતાણ નેવે મૂકી લોક હિત માટે AIIMSને ભૌગોલિક દ્રષ્ટિએ વડોદરામાં સ્થાપવા ફેરવિચારણા કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter