GSTV

વડોદરા દુષ્કર્મ કેસ : પોલીસે પૂરાવા એકત્રિત કરવા લીધી ડ્રોન કેમરાની મદદ, એક લાખનું ઈનામ જાહેર

વડોદરાના નવલખી મેદાન નજીક ગુરુવારે રાત્રે સગીરા પર સામુહિક બળાત્કાર કરવાની ઘટનામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી ઘટના સ્થળ પર પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી હતી. સાથે સાથે આરોપી અંગેની માહિતી આપનારને 1 લાખના ઇનામની પણ જાહેરાત કરાઇ છે. સ્કેચમાં જોવા મળી રહેલા આ બે નરાધમોએ સંસ્કારી નગરી વડોદરાની આબરૂના લીરેલીરા ઉડાવ્યા છે. આ બંને શખ્સોએ વડોદરાના નવલખી મેદાન નજીક અવાવરૂ જગ્યાએ એક સગીરાને હવસનો શિકાર બનાવી. હવે આ આરોપીને શોધનારને 1 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે.

પોલીસે બળાત્કારીઓને ઝડપી પાડવા માટે ઇનામની જાહેરાત તો કરી છે. આ સાથે આરોપી જે ભાષાનો ઉપયોગ કરતા હતા જે જાણવા માટે ગુજરાતી હિન્દી મળીને સાત જેટલી ભાષા સગીરા અને તેના મંગેતરને સાંભળવી હતી. વડોદરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ sog, pcb મળીને 200 કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બળાત્કારીઓનું પગેરું શોધવામાં લાગી ગયા છે. જયારે આ ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે શુક્રવારે જે સ્કેચ બનાવ્યા હતા. તેના આધારીત શકમંદોના અનુસંધાને 50 જેટલા શકમંદોનું પૂછપરછ કરી છે.

તો જે સ્થળે ઘટના બની તે સ્થળની જમીની સ્તર પર સઘન તપાસ કરવાની સાથે પોલીસે ડ્રોન કેમેરાથી પણ સમગ્ર વિસ્તારની સઘન તપાસ હાથ ધરી છે. નોંધનીય છે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી સગીરા ગુરૂવારની ઢળતી સાંજે તેના મંગેતર સાથે પેલેસ નજીકના નવલખી કંપાઉન્ડમાં બેઠી હતી. તે સમયે ઝાડી વિસ્તારમાંથી લાકડાના ધોકા લઇને ધસી આવેલા બે નરાધમ યુવકોએ પોલીસની ઓળખ આપી મંગેતર યુવકને ફટકારી ત્યાંથી ભગાડી દઇ કિશોરીને દૂર ઝાડીઓમાં ઢસડી જઇ તેના બળાત્કાર ગુજાર્યો હતો.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!