વડોદરાના સાવલીમાં મહિસાગર નદીમાં વારંવાર ડૂબી જવાની ઘટના બનતા કલેક્ટર કચેરીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. સાવલીના ધારાસભ્યની ફરિયાદને આધારે આ તપાસ શરૂ થઈ છે. લાંછનપુરની મહીસાગર નદીમાં વારંવાર ડૂબી જવાની ઘટના બનતા અનેકના ભોગ લેવાયા છે. ત્યારે આ ટીમે સ્થળનું નિરીક્ષણ કરવાની સાથે સરપંચ. સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોના નિવેદન લીધા હતા. આ ટીમ કલેક્ટરને રિપોર્ટ આપશે. સાથે નદીએ ન્હાવા આવતા સહેલાણીઓની સલામતી માટે પગલાં ભરશે. ઉલ્લેખનીય છે કે સાવલીના ધારાસભ્યએ ગાંધીનગર જઈ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મળી કામ નહીં થતા હોવાની નારાજગી વ્યક્ત કરી હતી