GSTV
Home » News » વડોદરાઃ મુસ્લિમ યુવકે દિવાસળીથી ગણેશજીની પ્રત્તિમા, કોમી એકતાનો જુઓ કિસ્સો

વડોદરાઃ મુસ્લિમ યુવકે દિવાસળીથી ગણેશજીની પ્રત્તિમા, કોમી એકતાનો જુઓ કિસ્સો

દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં એક મુસ્લિમ યુવકે દૂંદાળા દેવની અનોખી મૂર્તિ બનાવી છે. મુસ્લિમ યુવકે દીવાસળીઓની મદદથી ગણેશજીની અઢી ફૂટ ઉંચી પ્રતિમા બનાવી કોમી એકતાનો સંદેશ પ્રસરાવ્યો છે.

ગણેશોત્સવ દરમ્યાન પંડાલના આયોજકો વિઘ્નહર્તાની અવનવી મૂર્તિઓ બનાવતા હોય છે. ત્યારે વડોદરાના આજવા રોડ પર રહેતા એક મુસ્લિમ યુવકે દેશમાં કોમી એકતા જળવાઇ રહે અને ભાઇચારોનો સંદેશો ફેલાય તે માટે દીવાસળીના ગણપતિજી બનાવ્યા છે.

માત્ર 4 ધોરણ સુધી ભણેલા અને સાયકલ સ્ટોર ચલાવતા હુસેનખાન પઠાણે 12 હજાર દીવાસળીઓની મદદથી દુંદાળા દેવની અઢી ફૂટ ઊંચી સુંદર મૂર્તિ બનાવી છે. દીવાસળીના ગણેશજી બનાવવા માટે હુસેનખાનને ચાર મહિના જેટલો સમય લાગ્યો છે.

ભણતર ભલે ઓછું હોય પણ કુદરતે હુસેનખાનને કળા અને પ્રતિભા આપી તેનું સાટું વાળી દીધું છે. ગણેશોત્સવની ઉજવણી દરમિયાન જ મહોરમનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે અદ્દભૂત કળા વડે કોમી એકતાનો સંદેશ ફેલાવવાની હુસેન ખાનની ભાવનાને સ્થાનિકો પણ બિરાદાવી રહ્યા છે.

હુસેન ખાન અગાઉ પણ પેઇન્ટિંગમાં તેની પ્રતિભા દર્શાવી ચૂક્યો છે. ત્યારે ગણેશોત્સવ દરમિયાન હુસેને દીવાસળી વડે સર્જેલી દૂંદાળા દેવની પ્રતિમાના દર્શને અનેક ભક્તો ઉમટી રહ્યા છે અને હુસેનની કળાને પોંખી રહ્યા છે.

Related posts

દૂધથી વધારે ફાયદાકારક છે બિયર, PETAએ કરેલા દાવાથી હેરાન થયા લોકો

Dharika Jansari

મલ્ટીકલર સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી આલિયા, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!