GSTV

વડોદરા: ગોલ્ડન ચોકડી પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત

વડોદરા નજીક નેશનલ હાઇવે પર ગોલ્ડન ચોકડી પાસે આજે વહેલી સવારે ટ્રકની પાછળ કાર ઘુસી જતા એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે લોકોને ઇજા થવા પામી છે.

આજે વહેલી સવારે પરિવાર મુંબઇથી વાયા સુરત, વડોદરા થઇને તીર્થક્ષેત્ર દર્શન માટે જઇ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તથા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોના નામની યાદી

રાજેન્દ્ર પન્નાલાલ શાહ (ઉંમર -53), મીરા રોડ, મુંબઇ

જસમીનાબેન રાજેન્દ્ર શાહ (ઉંમર-46), મીરા રોડ, મુંબઇ

રેખા કિરીટ શાહ (ઉંમર-72), કાંદિવલી

હિતા બહેન મિહીરભાઇ ભાખરીયા (ઉંમર-38), કાંદિવલી વેસ્ટ

Related posts

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel

કોરોના વેક્સીનને લઈને સીએમ રૂપાણીનું મોટુ નિવેદન, આ મહિનામાં આવી જશે રસી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!