GSTV
Home » News » સંસ્કારી નગરી બની શર્મસાર : ધોરણ 12ની વિદ્યાર્થિનીના ન્યૂડ ફોટા પાડી બ્લેકમેલ કરી, સામે મુકી એવી શરત કે…

સંસ્કારી નગરી બની શર્મસાર : ધોરણ 12ની વિદ્યાર્થિનીના ન્યૂડ ફોટા પાડી બ્લેકમેલ કરી, સામે મુકી એવી શરત કે…

સંસ્કારી નગરી તરીકે જેની ઓળખ છે તેવા વડોદરા શહેરને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સ્કૂલના મિત્રએ ધમકી આપી ન્યૂડ ફોટા પાડી લીધા બાદ તેણે એક પછી એક અન્ય મિત્રોને ફોટા મોકલી મિત્રોએ વિદ્યાર્થિની પાસે રૃપિયા પડાવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશને નોંધાતા એસીપીને તપાસ સોંપાઇ છે. વાલીઓની આંખ ઉઘાડતા આ બનાવની  વિગત એવી છે કે,બારમા ધોરણની દલિત  વિદ્યાર્થિનીને એક વર્ષ પહેલાં સ્કૂલના મિત્ર પ્રદિપ ચૌહાણે સ્કૂટર પર અકોટા બ્રિજ પાસે ઝાડીમાં લઇ જઇ પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી તેના ન્યૂડ ફોટા પાડી લીધા હતા.

ચાર દિવસ પછી પ્રદિપે  વિદ્યાર્થિનીને ફોન કરી રૃપિયા નહીં આપે તો ફોટા પિતાને બતાવી દેવાની ધમકી આપતાં વિદ્યાર્થિનીએ ટૂકડે ટૂકડે રૃા.૩૦ હજાર આપ્યા હતા.ત્યારબાદ પ્રદિપે આ ફોટા નિકુંજ મારફતે ભવન પ્રજાપતિને મોકલ્યા હતા.ભવને આજ રીતે ધમકી આપી રૃપિયા માંગતા વિદ્યાર્થિનીએ ઘરમાંથી રૃા.૧૦ હજાર ચોરી તેને આપ્યા હતા.

એક સપ્તાહ પછી ભવને ફરી રૃપિયા માંગતા વિદ્યાર્થિનીએ બીજા રૃા.૧૦ હજાર આપ્યા હતા.આ વખતે ભવન વિદ્યાર્થિનીને બાઇક પર ભાયલી લઇ ગયો હતો અને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો.એક મહિના પછી ફરીથી ભવને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી રાતે ઇએસઆઇ હોસ્પિટલ પાસે બોલાવી હતી અને ત્યાં ઝાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના બે સપ્તાહ બાદ વિદ્યાર્થિની પરદિવ્યેશનો ફોન આવ્યો હતો અને તેણે ભવને મને ફોટા મોકલ્યા છે..તેમ કહી બીજા ન્યૂડ ફોટા મંગાવ્યા હતા.

ગઇ તા.૩૦મીએ રાતે બાર વાગે ભવનના મિત્ર નિરજે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મયંક બહાર બોલાવે છે..કહી સાંઇ મંદિરે બોલાવી હતી અને ત્યાંથી ઇએસઆઇની ઝાડીમાં લઇ ગયો હતો.જ્યાં મયંક નહતો.પરંતુ ભવન, નિરજ અને અન્ય એક મિત્ર હતા.તેમણે કપડાં કઢાવી બળાત્કાર માટે જબરદસ્તી કરતાં વિદ્યાર્થિની રડી પડી હતી અને ઘેર આવી માતા-પિતાને જાણ કરતાં પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Related posts

રાજકોટમાં સામાન્ય બાબતે ઝઘડો થતા યુવકની છરી ઘા મારી જાહેરમાં હત્યા

Nilesh Jethva

ગુજરાતનાં આ જિલ્લાઓમાં મેઘ મહેર, વરસાદથી જગતનાં તાતમાં છવાયો ખુશીનો માહોલ

Path Shah

મેલશિયાના રાજાએ આ સુંદર છોકરી માટે છોડી દીધુ સિંહાસન, હવે થયા છૂટાછેડા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!