GSTV

વડોદરામાં ગરબે ઘૂમીને આવેલા માતા-પુત્રીના રહસ્યમય મોતમાં ચોંકાવનારો ખુલાસો, હકીકત જાણી હચમચી જશો

Last Updated on October 13, 2021 by Dhruv Brahmbhatt

વડોદરાના ન્યુ સમાના ચંદનપાર્કમાં માતા-પુત્રીના રહસ્યમય મોતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પતિ તેજસને અન્ય યુવતી સાથે પ્રેમ પ્રકરણના કારણે પતિ અને પુત્રીની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. પતિ તેજસે જ આઈસક્રીમમાં ઝેર ભેળવીને હત્યા નિપજાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

death

ઉલ્લેખનીય છે કે, વડોદરાના સમા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં માતા-પુત્રીના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે અને પોલીસે મહિલાના પતિની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. સમા વિસ્તારના કેનાલ પાસેની ચંદનવાડી સોસાયટીમાં રહેતા શોભનાબહેન અને દીકરી કાવ્યા રાત્રે ગરબા રમીને આવ્યાં બાદ સુઇ ગયા હતાં.

2013 માં તેજસ અને શોભનાના લગ્ન થયા હતાં

બાદમાં પતિ તેજસે માતા અને પુત્રીને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેઓ બંને ન હોતા ઉઠ્યાં. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ માતા-પુત્રીનું મોત થયાનું જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. વર્ષ 2013 માં તેજસ અને શોભનાના લગ્ન થયા હતાં તેમજ તે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને ખાનગી મોલમાં પોતે નોકરી કરતો હતો.

જો કે આ બંને માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યાં હતાં. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.

READ ALSO :

Related posts

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari

હાઇ એલર્ટ / રામમંદિર પર આતંકી હુમલાની આશંકાને પગલે સુરક્ષાદળો સજ્જ, અયોધ્યાની સુરક્ષામાં વધારો

Dhruv Brahmbhatt

શું વાત છે! / IIT દિલ્હીના 60 વિદ્યાર્થીઓને 1 કરોડથી પણ વધુ પગારની ઓફર, કોરોના પહેલાના વર્ષો કરતા આ વખતે પેકેજનું મૂલ્ય વધારે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!