6 મનપામાં ભાજપ જીત તરફ આગળ વધવાની સાથે કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. અત્યાર સુધી 405માંથી માત્ર 42 જ બેઠક જીતી શકી છે. ભાજપ 337 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સૌથી વધારે રસાકસી એ વડોદરામાં શરૂઆતના તબક્કામાં જોવા મળી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપની પેનલ લગોલગ આગળ ચાલતાં સમીકરણો બદલાવાની સંભાવના હતી. જોકે, એ સંભાવના હવે ટળી ગઈ છે. ભાજપ 45 અને કોંગ્રેસ 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે, ત્યારે વડોદરામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સત્તીષ પટેલને હરાવીને આખી કોંગ્રેસની પેનલ વિજેતા બની છે.

વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7માં બે બેઠકો આંચકી
કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ 7માં બે બેઠકો આંચકી છે. વોર્ડ 7માં ભાજપના સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાની ઉંમર માત્ર 22 વર્ષ છે.
ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી
વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2692 મત થી જીત્યા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8 મી વાર જીત્યા છે.
વોર્ડ નંબર આઠમાં ભાજપના તમામ ચાર ઉમેદવારની જીત થઇ
વડોદરામાં વોર્ડ નંબર આઠમાં ભાજપના તમામ ચાર ઉમેદવારની જીત થઇ છે. કેયુર રોકડીયા, રાજેશ પ્રજાપતિ, મીનાબેન ચૌહાણ, રીટા આચાર્યનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારો જનતાનો આભાર માન્યો હતો. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના વિજેતા ઉમેદવારોએ જીતની ઊજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બીજેપી અને કોંગ્રેસના વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો. કાર્યકર્તાઓએ પણ વિજેતા ઉમેદવારોએ શુભેચ્છા પાઠવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત
- છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા
- મોટા સમાચાર / કોલકત્તામાં PM મોદીની મેગા રેલી, સિલિગુડીમાં મોંઘવારી વિરુદ્ધ મમતા ભરશે હુંકાર
- દીદીનેઝટકો/ મુકુલ રોય, શુભેંદુ અધિકારી બાદ વધુ એક મોટા નેતાએ છોડયું ટીએમસી, શું મમતાનો ગઢ રહેશે કે પછી લહેરાશે કેસરીયો!
- Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ