GSTV
Home » News » ડોક્ટરે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું કર્યું શોષણ, ફોટોગ્રાફ વાયરલ કરી તબીબ છુમંતર

ડોક્ટરે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું કર્યું શોષણ, ફોટોગ્રાફ વાયરલ કરી તબીબ છુમંતર

ફરી એક વખત સંસ્કારી નગરી વડોદરાના ડોકટરી જગતમાં ચકચાર મચે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ડોકટર યશેષ દલાલના કેટલાક ફોટોઝ વાયરલ થયા છે. તો એક ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ તેના પર દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. તો આ ફરિયાદ બાદ હાલમાં ડોકટર ફરાર છે.

ફોટોગ્રાફ વાયરલ થયા

વડોદરામાં આ યુવતીએ અકોટમાં સૃષ્ટીલ હોસ્પિટલ ધરાવતા ડો.યશેષ દલાલ સામે વર્ષ 2014થી 17 દરમિયાન બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે ત્યારે હાલ તો ડો.યશેષ દલાલ ક્યાં છે તેની શોધખોળ ચાલી રહી છે. પરંતુ આ યુવતીએ 2019માં છેક કેમ ફરિયાદ નોંધાવી તેને લઇને સવાલ સર્જાયા છે. ફિઝિયોથેરાપીસ્ટ યુવતી છેલ્લા ચાર દિવસથી ગોત્રી અને જેપી રોડ પોલીસ મથક વચ્ચે ધક્કા ખાઈ રહી હતી. દરમિયાન રવિવારે જેપી રોડ પોલીસે યુવતીની અરજી નોંધ્યા બાદ તેનું સ્ટેટમેન્ટ લીધું હતું, પરંતુ ગુનો દાખલ કર્યો ન હતો. હવે ફોટોગ્રાફ વાયરલ થતાં પોલીસે તાત્કાલિક ફરિયાદ લીધી છે.

ડોકટર માનસિક રીતે વિકૃત છે

યુવતીની ફરિયાદના આધારે ડોકટરે તેને ઇમોશ્નલ બ્લેકમેલ કરીને દુષ્કૃત્ય આચર્યુ હતું. તો આ ડોકટર ફરાર છે. તો બીજી તરફ યુવતીએ કરેલી ફરિયાદ મુજબ ડોકટર માનસિક રીતે વિકૃત છે અને ડોકટરની આ પ્રકારની કેટલીક તસ્વીરો પણ હાલમાં વાયરલ થઇ છે. તો ડોકટરના નજીકના વર્તુળોના કહેવા મુજબ યુવતીએ તેની મરજીથી સંબંધો બાંધ્યા છે અને આ તસ્વીરો પણ તેણે જ લીધેલી છે. ડોકટરે તેને પૈસા પણ આપ્યા છે. આમ છતા વધુ પૈસા પડાવવા યુવતીએ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ આક્ષેપો અને તેની સચ્ચાઇ ડોકટર હાથ લાગે ત્યારબાદ જ સામે આવશે.

Related posts

કુંડા ગામમાં થયેલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, આ વ્યક્તિએ ખેલ્યો હતો ખૂની ખેલ

Nilesh Jethva

બ્રહ્મકુમારી આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ, સંચાલક પર આરોપ

Kaushik Bavishi

હવે અનિલ અંબાણી ઈન્ડોનેશિયામાં પોતાની કોયલાની ખાણ વેચશે, મળશે આટલા કરોડ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!