GSTV
Home » News » વડોદરાના સોખડારાધુ ગામે ઢાઢર નદી બે કાંઠે, કોઝ વે પાણીમાં ગરકાવ

વડોદરાના સોખડારાધુ ગામે ઢાઢર નદી બે કાંઠે, કોઝ વે પાણીમાં ગરકાવ

વડોદરાના પાદરા તાલુકાના છેવાડાના સોખડારાઘુ ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી હતી. સોખડારાઘુ તેમજ કોટના ગામ વચ્ચે આવેલા કોઝ વે પાણીમા ગરકાવ થઇ ગયો હતો. પાદરા ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને નદી વિસ્તારની આસપાસના ગામોને  એલર્ટ કરાયા હતા. કોઝ-વે પર 2 ફૂટ સુધીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાવાની ફરજ પડી હતી. જો કે ઢાઢર નદીએ પણ ભયજનક સપાટી વટાવી હતી. કોઝવેની સુરક્ષાના ભાગરૂપે બંને બાજુ દોરડા બાંધવામાં આવ્યા હતા. પોલીસ તેમજ મામલતદારને તાકીદ કરાયા હતા.સાથે જ તલાટીઓને સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયા હતા.

 

Related posts

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને ટ્રોલ કરી રહ્યો’તો 1 વ્યક્તિ, આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

NIsha Patel

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!