GSTV

BREAKING / વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા, પાવાગઢનો ભાગેડુ ટ્રસ્ટી રાજુ ભટ્ટ ઝડપાયો

Last Updated on September 28, 2021 by Dhruv Brahmbhatt

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરી લીધી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને જૂનાગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજુ ભટ્ટને ઝડપી પાડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આ બીજી ધરપકડ છે. કારણ કે આ અગાઉ કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, હોટલમાં વ્યવસ્થા કરવા સાથે રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજીભાઈની અગત્યની ભૂમિકા છે. ગોત્રી રેપ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જો કે, હજુ આરોપી અશોક જૈન ફરાર છે.

હરિયાણાની 24 વર્ષની એક યુવતી પર આચરાયું હતું દુષ્કર્મ

તમને વિગતે જણાવી દઇએ કે, હરિયાણાની 24 વર્ષની એક યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન ભાગતા ફરતા હતાં. જેમાંથી રાજુ ભટ્ટ ઝડપાઈ ગયો છે. પોલીસ બંનેને શોધવા ત્રણ રાજ્યો ખૂંદી રહી હતી પરંતુ આરોપીઓનો કોઇ પતો મળતો ન હોતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ તરફ ભાગ્યો હતો. જેથી પોલીસની એક ટીમે ગાંધીધામમાં પણ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષિતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઈ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી. જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી મહત્વની જાણકારી મેળવી હતી.

RAPE

સોમવારે મોડી રાત્રે પોલીસે હોટલ હાર્મનીના માલિકની ધરપકડ કરાઇ હતી

જો કે, સોમવારે મોડી રાત્રે પોલીસે હોટલ હાર્મનીના માલિક કાનજી અરજણભાઇ મોકરિયાની ધરપકડ કરી લીધી હતી. ત્યારે હવે ફરી પોલીસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરી લીધી છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!