વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવક ઉપર નાણાની ઉઘરાણી મુદ્દે બીજી વખત હુમલાની ઘટના સામે આવી છે. એકટીવા સવાર બે હુમલાખોરોએ યુવકને માર મારી તેની લક્ઝરીયસ કારને નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો સવાન વ્હોરા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, 18 માર્ચના રોજ રાત્રે તેમની સોસાયટીના ગેટ પાસે એકટીવા સવાર મોનીશ ખલીલ અહેમદ ઉર્ફે મોનીસ રેડિયમ (રહે-નવાબવાડા) અને સાદિક શેખ (રહે-મચ્છીપીઠ) એ મારી કાર રોકી ધમકી આપી હતી કે, સવાન વ્હોરાના ભાઈએ લીધેલ નાણા સવાન વ્હોરાએ આપવા પડશે.
આ અગાઉ પણ બરોડા હાઇસ્કુલ પાસે સવાન વ્હોરા પર આ નાણાંની લેવડદેવડ બાબતે આ શખ્સોએ ઝઘડો કર્યો હતો. જેમાંસવાન વ્હોરાએ શહેજાદ પીપોડીનું નામ લખાવ્યું હતું. જેથી મોનીશ રેડિયમએ સવાન વ્હોરા પર મામા સહેજાદ પીપોડીનું નામ ફરિયાદમાં કેમ લખાવ્યું તેમ કહી કારનો કાચ ખુલ્લો હતો ત્યારે સવાન વ્હોરાને મુક્કો માર્યો હતો. જ્યારે શાદીકે સવાન વ્હોરાની બીએમડબલ્યુ કારની હેડલાઈટ તોડી નાખી દરવાજા ઉપર લોખંડના સળિયાનો ફટકો મારી નુકસાન પહોંચાડ્યું હતું. જેથી સવાન વ્હોરા જીવ બચાવી સોસાયટી તરફ નાસી છૂટ્યો હતો. જ્યારે રહીશો એકત્ર થતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો