GSTV

વડોદરા કોર્પોરેશને કરી લાલ આંખ : કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા ત્રણ મોલને સીલ કરતા ફફડાટ

વડોદરામાં કોવિડ નિયમોના થઈ રહેલા ભંગ સામે કોર્પોરેશને સપાટો બોલાવ્યો છે. ભીડ થતાં માંજલપુરનો ઇવા મોલ ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવ્યો. તો હરણી રોડ પર રિલાયન્સ મોલ સીલ કરી દીધો. આ ઉપરાંત ગેંડા સર્કલ પાસે સેન્ટ્રલ મોલને પણ સીલ કર્યો. આમ ચાર કલાકમાં ત્રણ મોટા મોલને સીલ કર્યા. ત્રણેય મોલને ત્રણ દિવસ માટે સીલ કર્યા છે. આ મોલમાં કોવિડ નિયમોનો ભંગ થતાં કોર્પોરેશનની સ્વોર્ડ ટીમે કાર્યવાહી કરી.

વડોદરાના મંગળબજારમા સોશિયલ ડિસ્ટંસના અભાવ અંગે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલ બાદ તંત્ર દોડતું થયુ છે. મંગળબજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. તો કેટલાક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. ત્યારે અધિકારીઓ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરાવવા માટે કવાયત કરવામાં આવી છે. મંગળબજાર અને ખંડેરાવ માર્કેટ જેવા હોટ સ્પોટ વિસ્તારમાં આજે પાલિકાની અલગ અલગ સ્કોડ દ્વારા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતાં એકમોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં મંગળબજાર સૌથી મોટુ માર્કેટ છે. આવી સ્થિતિમાં બજારમાં ભીડના કારણે સંક્રમણ ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત

Ankita Trada

જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલનો આતંક: કરાવ્યું ફાયરિંગ, પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો

Pritesh Mehta

પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!