વડોદરામાં કોરોના વાઇરસના ફેલાવા માટે રેડ ઝોનમાં મુકાયેલા નાગરવાડા અને તાંદલજા વિસ્તારમાંથી સાત વ્યક્તિઓ બહાર નીકળીને ડભોઇ પહોંચી ગઇ હતી. રેડ ઝોન વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં તમામ વ્યક્તિઓ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસને ઉઠા ભણાવી ડભોઇ કેવી રીતે પહોંચી તે અંગે અનેક પ્રશ્નો પણ ઉભા થવા લાગ્યા છે.
વડોદરામાં નાગરવાડા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો જેમાં ત્રણ બાળકો અને તેની માતા ડભોઇ ખાતે વહેલી સવારે આવી પહોંચ્યા હતા અને જનતા નગર ખાતે રહેતા યુવતીના પિતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ત્યાં પહોંચતાં આ વિસ્તારમાં રહેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો જેના પગલે નગરપાલિકા તથા મામલતદારને જાણ કરવામાં આવી હતી જો કે પોલીસ દ્વારા બપોરના ચાર કલાક સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતાં. આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘરે જઈ તેઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને ઘર પાસે બોર્ડ લગાવ્યુ હતું આ અંગે આરોગ્ય વિભાગને આગળની કાર્યવાહી બાબતે પૂછતાં જણાવ્યું હતું કે ડભોઇમાં તંત્ર આ બાબતે ગંભીર નથી અત્યાર સુધી તંત્ર દ્વારા મદદ મળી નથી તેવો જવાબ આપ્યો હતો.
પટેલ ફળિયામાં 3 કેસો મળ્યા
ઉલ્લેખનીય છે કે વડોદરા નાગરવાડા વિસ્તાર પટેલ ફળિયામાંથી ત્રણ કોરોના સંક્રમિત કેસો મળી આવેલ જેથી આ તમામ વિસ્તાર રેડ ઝોનમાં આવે છે ત્યારે આ વિસ્તારમાંથી બહાર નીકળીને આ પરિવારના સભ્યો ડભોઇ પહોંચી ગયા હતાં. મહત્વની બાબત એ છે કે જે મહિલા ડભોઇ આવી છે તેના પિતા રિટાયર્ડ પોલીસ કર્મચારી છે. આ પરિવાર વડોદરાના રેડ ઝોન વિસ્તારમાંથી કેવી રીતે બહાર નીકળ્યો અને ડભોઇમાં કેવી રીતે પ્રવેશ કર્યો તેનું સૌને આશ્ચર્ય સાથે અચરજ થઇ રહ્યું છે
રેડઝોનમાંથી ભાગીને પહોંચ્યા ડભોઈ
તાંદલજા વિસ્તારમાંથી પણ ત્રણ ઈસમો તેમાં એક માથાભારે હોય અને મૂળ ડભોઇના હોય પરંતુ હાલ વડોદરા રહે છે તેઓ પણ ડભોઇ પહોંચી ગયા છે. વડોદરાના રેડ ઝોનમાંથી ભાગીને ડભોઇ આવેલા આ ત્રણ ઈસમો ગઈ કાલે જ્યારે ચાર ઈસમો વહેલી સવારે ડભોઇના જનતાનગર પહોંચી ગયા હતાં. વડોદરાથી આવેવા તમામ ઇસમો સામે બપોરના ચાર વાગ્યા બાદ પોલીસે નાગરવાડા વિસ્તારમાં રહેતી આયેશા રિયાઝખાન પઠાણ (બહુચરાજી મંદિર સામે, પટેલ ફળિયા) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
READ ALSO
- શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી
- શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….
- SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…
- ગોજારો અકસ્માત/ ખંભાળિયા-ભાણવડ રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
- ભાવનગર/ ફૂલસર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની કરી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી