GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

કોરોના વિકરાળ/ વડોદરામાં 203 લોકોનાં મોત, સત્તાવાર આંક માત્ર 8 : ગંભીર બની રહી છે શહેરની સ્થિતિ

કોરોના

વડોદરા શહેરમાં કોરોનાએ ઘાતક સ્વરૃપ ધારણ કર્યુ છે. કાળમુખા કોરોનાની સારવાર લેતા ગ્રાહક સુરક્ષા કોર્ટના જજ, કારેલીબાગની ૧૮ વર્ષની યુવતી ,પોલીસવાન ચલાવતા આધેડ કર્મચારી અને એમ.એસ.યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થી સહિત ૨૦૩ના મોત થયા છે. જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૭૮૧ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વેન્ટિલેટર અને ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

કોરોના

કોરોનાએ શહેરને રગદોળી કાઢ્યુ છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે બેડ ખાલી નથી. ઓક્સિજન અને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા દર્દીના સગાઓને રઝળપાટ કરવી પડે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ પૂરતા ઇન્જેક્શન મળતા નથી. તેવા સંજોગોમાં કોરોનાએ વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે.

ચોવીસ કલાકમાં કોરોનાની સારવાર લેતા ગ્રાહક કોર્ટના નિવૃત્ત જજ ઓ.પી.લાડ, એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તાન્ઝાનિયાનો વિદ્યાર્થી, ન્યુ વી.આઇ.પી.રોડ પર રહેતી ૧૮ વર્ષની યુવતી, છાણીના ૫૧ વર્ષના આધેડ, પાદરાના ૭૦ વર્ષના વૃદ્ધ સહિત ૨૦૩ના મોત થયા છે. જોકે, સત્તાવાર મોતનો આંકડો માત્ર આઠ જ દર્શાવવામાં આવ્યો છે. ચોવીસ કલાકમાં કોરોનાના ટેસ્ટિંગ માટે કુલ ૯,૦૫૬ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૭૮૧ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોના

વડોદરા શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ગઇકાલની સરખામણીમાં વધીને ૭,૨૯૬ થઇ ગઇ છે. જ્યારે ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા ૪૭૪ થી વધીને ૫૧૧ પર પહોંચી ગઇ છે. તેવી જ રીતે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ ૩૧૩ થી વધીને ૩૨૯ થઇ ગઇ છે. હોમક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.અને કુલ સંખ્યા ૧૦,૩૦૯ થઇ ગઇ છે. કોરોનાની સારવાર લેતા ૪૩૮ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા હેલ્થ સર્વે દરમિયાન તાવના ૯૫ અને શરદી ખાંસીના ૧૮૪ કેસ મળી આવ્યા છે.

Read Also

Related posts

મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ

Karan

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel
GSTV