GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

વડોદરા: નારાજ ત્રણેય ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું, નીતિનભાઈને મળી હૈરાવરાળ ઠાલવશે

વડોદરાના શહેર-જિલ્લા ભાજપના ત્રણ ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો કર્યો છે. ત્યારે આ ધારાસભ્યોના રોષને ઠંડો પાડવા ખુદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મેદાનમાં આવવું પડ્યું છે. નારાજ ત્રણેય ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. શુક્રવારે નીતિન પટેલ ત્રણેય ધારાસભ્યોને મળશે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સાવલીના ધારાસભ્ય કેતન નામદાર અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ શુક્રવારે નીતિનભાઈને મળી હૈરાવરાળ ઠાલવશે. આ ધારાસભ્યોએ વડોદરા સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક કરી બળાપો કાઢ્યો છે કે ગુજરાતમાં ભાજપનાં રાજમાં પ્રજાના કામો થતાં નથી.

ગાંધીનગરમાં મંત્રીઓ મંગળવારે મળતા નથી. અધિકારીઓ અને વહીવટી તંત્ર પર કોઇની પકડ નથી. ભાજપનો ગઢ મનાતા વડોદરામાં પક્ષના જ સિનિયર ધારાસભ્યોના વિરોધના સૂર સાંભળીને પ્રદેશ કક્ષાના આગેવાનો ચોંકી ઉઠ્યા હતા. કેટલાક પ્રદેશ આગેવાનો ડેમેજ કંટ્રોલ કરવા અને ધારાસભ્યોને સમજાવવા વડોદરા દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લો તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ખોબા ભરી ભરીને મત આપ્યા અને ભાજપ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડયા હતા. તેમ છતાં મંત્રીમંડળની રચના સમયે  મધ્ય-દક્ષિણ ગુજરાતની બાદબાકી કરી દેવામાં આવી અને સૌરાષ્ટ્રમાં ભાજપનાં ઉમેદવારો હાર્યા છતાં તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

જેથી છેલ્લા કેટલાક સમયથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોમાં છૂપો રોષ વ્યાપ્યો હતો. આ રોષ ડામવા માત્ર સ્પિકરનું પદ વડોદરાના ધારાસભ્યને અપાયું હતું. ગાંધીનગરમાં દર મંગળવારે પ્રધાનો ખાસ કરીને ધારાસભ્યોને તેમજ અન્ય પ્રજાજનોને મળશે તેવો નિયમ બનાવ્યો હતો. પરંતુ મંગળવારે પ્રધાનો પ્રજાને કે ધારાસભ્યોને મળવાને  બદલે તેઓ અધિકારીઓ સાથે મીટિંગો કરતા હોય છે.

જેથી દુરથી પ્રજાના પ્રશ્નો લઈનો આવતાં ધારાસભ્યોને પ્રધાનો મળતા જ નથી. અને કોઈ રજૂઆત કરે તો તમારો પ્રશ્ન જે-તે વિભાગના સેક્રેટરીને મોકલી આપ્યાનો જવાબ આપી સંતોષ માને છે. વાસ્તવમાં તે પછીય કામો તો થતા જ નથી. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડિયાના મધુભાઈ શ્રીવાસ્તવ અને સાવલીના કેતન ઈનામદારે પક્ષની કહેવાતી શિસ્તની ઐસીતૈસી કરી આ પ્રજા વિરોધી સિસ્ટમમાં આમૂલ પરિવર્તન કરવાના અભિયાનના ભાગરૃપે વડોદરાના સરકીટ હાઉસમાં ચર્ચા વિચારણા માટે મળ્યા હતા.

ત્રણે ધારાસભ્યોએ આ બેઠકમાં રાજય સરકારના પ્રધાનોની પ્રજાકીય કામો પ્રત્યે બેપરવાહી અને અધિકારી રાજ અંગે બળાપો કાઢ્યો હતો. અને સિસ્ટમમાં કઈ રીતે સુધારા થાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ ધારાસભ્યોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હાલમાં તો માત્ર અમે ત્રણ ભેગા થયા છે.

પરંતુ હવે આગામી દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાજપના અન્ય ધારાસભ્યોનો સંપર્ક કરીને ભાજપ સરકારમાં પ્રજાના કાર્યો થાય તે રીતે મંત્રીઓ અને અધિકારીઓ પર દબાણ લાવી અધિકારી રાજ ખતમ કરવાના  એકશન પ્લાન અંગે પણ ચર્ચા વિચારણા કરીશુ. મધ્ય-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો દિલ્હી દરબારમાં રજુઆત કરવા જશે. વડોદરા શહેર જિલ્લાના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય સરકારના  નિષ્ફળ વહિવટ વિરૃધ્ધમાં બળવો કર્યો છે. જેનો મામલો ટુંક સમયમાં દિલ્હી દરબારમાં પહોંચશે તેવી પણ શક્યતા છે.

 

 

 

Related posts

અમદાવાદના ગીતા મંદિર ખાતે ઉંઘી રહેલી 11 વર્ષીય બાળકી સાથે પાડોશીએ કર્યા શારિરીક અડપલા

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાનો અડિંગો: 415 નવા કેસે ચિંતા વધારી, પરંતુ આ આંકડો છે રાહત આપનારો

Bansari

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!