ગુજરાતનો શૈક્ષણિક વિકાસ : ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની સામે અહીં માત્ર 3 શિક્ષકો

વડોદરા મહાપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કુલમાં પોલંપોલ સામે આવી છે. શિક્ષકોને વિધાર્થીઓના અભ્યાસની ચિંતા ન હોય તેમ ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માત્ર 3 શિક્ષક ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. વડોદરાના નાગરવાડામા આવેલી જલારામ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં અઢીસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

શિક્ષણ સમિતિ સંચાલિક ત્રણ દિવસના બાળ મેળાના સમાપન બાદ શિક્ષકોને વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવવામાં રસ ન હોય તેમ શાળામાં માત્ર ત્રણ શિક્ષકો જ હાજર હતા. અને ત્રણ શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર બાબતને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યએ ગંભીર ગણાવીને તપાસની માંગ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter