વડોદારામાં મંદિર તોડવાનો આપ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના આપ પાર્ટીના શહેર પ્રમુખ વિરેન રામીએ કહ્યું હતું કે ભાજપ નકલી હિન્દુત્વનો ઢોંગ કરે છે. ભાજપને હિન્દુત્વ ફક્ત ચૂંટણી ટાણે અને મત લેવા જ યાદ આવે છે. ભાજપ શાસકો દ્વારા રાતના અંધારે તોડવામાં આવેલી દેરી વિરુદ્ધ આમ આદમી પાટીઁએ વિરોધ પ્રદર્શન કર્યું.

ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રામધૂન કરવામાં આવી હતી. પાલિકાના ભાજપના શાસકોએ અગાઉ પણ બ્રિજની કામગીરીની આડમાં જીઇબી પાસે આવેલા હનુમાન મંદિરને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક વિરોધના લીધે કામગીરી અટકાવી હતી. જો કે ગુરુવારે રાત્રે 12.30 વાગ્યે વીએમસીની દબાણ ટીમને સાથે રાખીને ભાથુજી મહારાજની અને બળીયાદેવની દેરી તોડી દેવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ